________________
ક્યતા શી રીતે આવે?
૧૩૯ ગણવાના છે, તેમ પત્ની તથા પુત્રોને એ ભણાવી દેવાનું છે. કૃતજ્ઞતા અદા કરવા પત્ની અને પુત્ર-પુત્રીઓ સહિત તમારે એમની દેવની જેમ સેવા કરવાની છે. તે જ વેગ્યતા ગણાશે,
ગ્યતા નહિ હોય તે આવશે. સ્વાર્થત્યાગ-પરાર્થે સેવન –
(૩) યોગ્યતા લાવવા માટે એક બીજો મહત્ત્વને ગુણ જે “સ્વાર્થ ગૌણ, પરા મુખ્ય કરો,” એને અભ્યાસ કરવાને છે. અભ્યાસ એટલા માટે, કે મૂળમાં મેગ્યતા વિકસેલી હેત તો આ ગુણ સહેજે સહેજે બનત; પણ યેગ્યતાની ખામી છે, તેથી મન મારીને પણ આની ટેવ પાડવાની છે. આમાં જુએ કે સ્વાર્થ તદન મૂકી દેવાની વાત નથી, પરંતુ–
(૧) જ્યાં પરાર્થ એટલે કે પરનું ભલું, પરની સેવા કે પરદુઃખનિવારણને પ્રસંગ આવીને ઊભે રહે, તે વખતે “સ્વાર્થ પછી અને આ પરાર્થ પહેલો”, એ કરવાનું છે. આનું નામ પરાર્થ મુખ્ય અને સ્વાર્થ ગૌણ કહેવાય, એટલું જ નહિ, બલકે -
(૨) સ્વાર્થની દરેક પ્રવૃત્તિને પરાર્થ પ્રવૃત્તિથી અલંકૃત કરવાનું મુખ્ય લક્ષ રાખવાનું છે. એ ક્યારે બને? ત્યારે, કે જે એ ભાવના મનમાં રમાડ્યા કરીએ કે –
જીવનમાં પરાર્થ સાધના એ સાર છે, સ્વાર્થ સાધના અસાર છે,
સ્વાર્થની સાધના તે કૂતરાંગધેડાં ય કરે છે. હું તે એનાથી કેટલો ય ચડિયાતે માનવ છું; તો મારા જીવનને ક્યા ક્યા પરાથસાધનાથી મઘમઘતું કરી દઉં ! પરોપકાર-પરસેવા-પરદુઃખહરણનું વ્યસન બનાવી દઉં! સવાર પડે ને લગની લાગે એની. દિવસની શુભ શરૂઆત એનાથી કરુ ! એ શોધતા ફરું ! એ મળે એટલે માલ મળ્યા માનું ! તન-મન-ધનને એમાં ખચી ને સાર્થક થયા માનું ! આવી આવી ભાવનાને મનમાં સતત અભ્યાસ એને સુલભ કરે છે. .
મનમાં રટણ ચાલુ હોય અગર દઢ નિર્ધાર બાંધે હૈય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org