________________
૧૩૮
શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર આ બધુ શેમાંથી ઊભું થયું? કહે, ઠેઠ ગૃહસ્થ જીવનમાંથી અગ્યતાથી અને કૃતજ્ઞતા વગેરેના અભ્યાસના અભાવથી. કૃતજ્ઞતાની વિચારણું -
જનશાસનમાં ગુરુના ઉપકારની અવધિ નથી આંકી, તેમ એને બદલે વાળવાનું અશકયપ્રાય કહ્યું છે. કેમકે ગુરુ પતિત થાય, ભ્રષ્ટ થાય, તે એમને ફરી માગે ચઢાવવાથી એ બને. પરંતુ સદ્ગમાં એ સંભવ કેટલો? ત્યારે એક સામાન્ય ઉપકાર કરનાર પ્રત્યે પણ કૃતજ્ઞતા ન ચુકાય, તે ભયાનક ભવસાગરમાંથી ઉદ્ધારનાર, દુર્ગતિના માર્ગેથી સગતિના માર્ગે લાવનાર અને પાછા એમાં સદા સરણા-વારદિ કરીને દુર્ગતિ પરંપરાના ઉત્થાનમાંથી બચાવી લેનાર ગુરુના અનંત ઉપકારની પ્રત્યે કેટકેટલી કૃતજ્ઞતા જોઈએ? એ ઉપકાર યાદ હોય તો મનને શું એમ કદીય થાય કે,-એ તે કચકચ કરે છે, ઠપકો દીધા કરે છે?” ના, ઊલટું એમ થાય છે કે “એ મને લાત મારે, કે ચારની વચ્ચે હલકે ય પાડે, તે પણ શું થઈ ગયું? એમના મારા પરના અનત ઉપકારની સામે આ કાંઈ વિસાતમાં નથી. આખી ગતિની પરંપરાના માર્ગમાંથી મને પાછો વાળી, મને અટકાવી, સગતિની ધારાને સજવાને મહા ઉપકાર કયાં? અને આ તુચ્છ, અતિ તુચ્છ તકલીફ કે અપજશ સહવાનું ક્યાં? આ માગે ન ચડાવ્યો હત, ન પાળે હેત, તે પાપમાગ સેવતાં કદાચ નરક કે તિર્યંચગતિમાં ભટકાઈ પડતાં કેટલાં કારમાં દુઃખ પામત? અને પછી પણ પાપના યોગે કેવી દુઃખની પરપરામાં મુકાઈ જવું પડત એ બધું અટકાવનાર તરફથી કદાચ મારા મનને લાગતું મામૂલી પ્રતિકૂળ થયું, તો એમાં શું લૂંટાઈ ગયું?” કૃતજ્ઞતા આ વિચાર લાવે છે.
તમારે પણ આવી વિચારણા માતાપિતા માટે રાખવાની છે. પત્ની કે પુત્રના ખેટા મેહમાં તણાઈ માતા-પિતાની પ્રત્યે જરાય કૃતજ્ઞતા ભૂલવાની નથી. એમના ઠેઠ ગર્ભથી આટલા ઊંચે લાવવા સુધીના અગણિત ઉપકાર બરાબર યાદ રાખવાના છે. એની આગળ એમની કચકચ, સતેજ પ્રકૃતિ, વગેરેને મામૂલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org