________________
૧૩૪
શ્રી સમરાદિત્ય , યશેરમુનિ ચરિત્ર
કૃતજ્ઞતા, પરોપકાર, સર્વ જીવ મૈત્રીભાવ, ભગવદુવચન પર ઊછળતી પ્રીતિ, તથા તન-મન-ધન અને વચનથી અનેકાનેક સુકૃત કરવાં જોઈએ.
લક્ષમી અને લક્ષ્મીવાનેના અંજામણ, ઠકરાઈના મેહ, સારા દેખાવાને મેહ, કેઈના ય પ્રત્યે દ્વેષ-અરુચિ-અભાવ. વગેરે દૂર કરવા પડે.
જીવનમાં માટીનું ધન મેળવવા કરતાં આમિક ધન મેળવા ઘણું ઘણું કરવાનું છે. જીવન તે નદીના પૂરની જે તે વહી રહ્યું છે !
ઘડિયાળને કાંટે દરેક સેકંડે ફરતા રહીને કહી રહ્યો છે કે આ કાળ તે ચાલ્યા, એટલે હવે બાકીને જીવનકાળ ખરે લેખે લગાડવાનું છે. દાચ સંપત્તિમાં તગી રહી, ધાર્યા પૈસા નથી મળતા, પરંતુ એનાં રોદણાં રોઈ માનવકાળ બરબાદ કરવા કરતાં દિલ ધર્મમય ને ગુણમય કરી લેવામાં કળ સાર્થક કરવાને છે.
મને બીજા ત્રીજા વલવલાટ કરતું હોય, પણ આ સાવચેતી ખાસ રાખે કે “હું મારું દિલ તે એક સરખું ધમી, પવિત્ર, ગુણિયલ, દયાળુ અને પરલોકની ચિન્તાવાળું અવશ્ય રાખું.” જે આ સાવચેતી ન રાખી તે બીજી ત્રીજી વ્યાકુળતા કરવામાં કાંઈ પરિસ્થિતિ તે સુધરશે નહિ, પણ માનવકળ એળે જશે, અને આ આતંદયાનના વેગે પાપ અને કુસંસ્કારનો ભાર વધી જશે! આત્મામાં કંગાલિયત, નિઃસવતા અને અર્થકામની અગત્ય ઊભી થશે, મજબૂત થશે !
બાકી તે ધમી હૃદય, શ્રદ્ધાળુ–દયાળુ દિલ કેળવતા જવામાં કેઈ અંતરાય કર્મો પણ તૂટે છે, ૫ ઠેલાય છે. આના ઉપરાંત,
સ્થિર ચિતે અટલશ્રદ્ધાથી નવકારને ભરપૂર જાપ અને વારંવાર નવકાર-સ્મરણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org