________________
ધર્મને પાયે ઔચિત્યભાવના
૧૩૧ જન્માવી અધઃપતન કરાવનાર છે. એ હું શા માટે આચરું? આ લક્ષ હોય તે અગ્યતા શાની વિકસવા પામે ? બીજાનું અસ્થિરીકરણ કેમ જ થાય?
ઉપબંહણ, સ્થિરીકરણ અને વાત્સલ્ય એ સમ્યગ દર્શન પ્રાપ્ત કરવાના, નિર્મળ કરવાના, પુણ્ય બનાવવાના મહાન આચાર છે. યોગ્યતા ઉપર એ સરળતાથી આચરી શકાય છે. સાચે ધર્મપ્રેમ એગ્યતાને વિકસાવી શકે છે. સાચે” એટલે શુદ્ધ ધર્મના ઘરને ધર્મપ્રેમ. શુ પિતાનામાં કે શુ બીજામાં, ધર્મને ટક્કર લાગે એને ભારે ભય હોય, એનાથી બચવાની ભારે ચીવટ હેય. આ પાપભરી પૃથ્વી ઉપર ધર્મ ક્યાં સસ્તા છે? ક્યાં સુલભ છે? ક્યાં એ કાળના કાળ વીતવા છતાં ય ઝટ મળે એ છે? તે જે એ અહીં મળવાના સવેગ છે તે રહું શા માટે મારા કે બીજાના ધર્મને ટક્કર લાગે એવું કર’? આ ખ્યાલ, આ સાવધાની યેગ્યતા આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org