________________
૧૨૪
શ્રી સમરાદિત્ય યશધરમુનિ ચરિત્ર પ્ર–ઔચિત્યના વિષય ભિન્ન ભિન્ન છે, એકમાં લૌકિક કાળે છે, બીજામાં પારલૌકિકે ધાર્મિક કર્તવ્ય છે, તે એકસંબંધી ઔચિત્ય ન હોવા છતાં અન્ય સંબંધી ઓચિત્ય હોઈ શકે ને ? ઉ– ના. હરિભદ્રસૂરિજી મહારાજે લખ્યું કે
‘विषयभेदेन औचित्याभावात् ' અથત વિષય ભિન્ન છે માટે ચિત્ય હોય એવું નથી. ચિત્ય એ અખંડ ગુણ છે, તેમ સદા વિનાને ગુણ છે. અખંડ એટલે દુકડા કડારૂપે નહિ. ભિન્નભિન્ન વિષયદીઠ ચિત્ય જુદું જુદું નહિ. એક જ ગુણ હોય તે ને બધે લાગુ થત હેય. થોડામાં ન હોય તે બીજે પણ હેવાને નહિ.
પ્ર—પણ એવું દેખાય છે ને કે માણસ અમુક બાબતમાં ઔચિત્ય જાળવતા હોય છેઅમુકમાં નહિ, તેનું કેમ?
ઉદ–અયુમાં ઔચિત્ય સાચવતું હોય ત્યાં ઔચિત્ય ગુણરૂપ નથી, સદારૂપ છે. અહીં જે આ રીતે વસ્તુ તો મને આ લાભ થાય એવે છે,” એમ લાભની કિંમત ચુકવવા પૂરતું એ રીતે વતે છે, માટે બીજે ઔચિત્યનું દેવાળું નિકળે છે. જો ગુણરૂપ હોત તે બીજે બધે પણ ઔચિત્ય પહેલું પાળત. ગુણરૂપ એટલે એ દઢ ખ્યાલ કે મારાથી અનુચિત વર્તાય જ નહિ, કયાંય ન વર્તાય હૈયું જ એવું ઘડાઈ ગયેલું કે શું સાંસારિક બાબતમાં કે શું ધાર્મિક બાબતમાં, અનુચિત વર્તવાનું સંગત જ ન લાગે, હામ જ ન હોય, સહેજે ઉચિત રીતે વર્તાઈ જાય. આ સહજ વતન ન આવે ત્યાં સુધી મન મારીને પણ અનુચિતતા ટાળવી પડે, રદ્દી પડે, ઉચિત વર્તાવ ને ઉચિત બેલ જાળવવા જ જોઈએ, તો જ પછીથી ઔચિત્ય એ સહજ ગુણ થઈ જાય. ઔચિત્યપાલન એ ધર્મને પાયે છે -
શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજે ઠામઠામ એના પર બહુ ભાર મૂકે છે. રાજ્યકત્વ પહેલાની અપુનબંધક અવસ્થામાં પણ ત્રણ ખાસિયતોમાં એક આ મુકાય છે કે સર્વત્ર ઉચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org