________________
ન
-
-
- -
- -
-
૧૨૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર લાંબી નજરવાળે તો એ જ જુએ કે
પાપકૃત્ય અને દુગુ સેવવાના પરિણામે લુંટાવાનું છે, ને પાપનાં પોટલાં માથે રહી જશે. એના દારુણ વિપાક દીર્ધ દુગતિઓમાં સહ્યા નહિ જાય,
માટે પાપ અને દુગુણ સેવીને જીવન જીવવાને મેખ નથી.
સુરેન્દ્રદત્તે સાફ કહી દીધું કે પાપથી પિપેલા શરીરને શું કરવાનું ?” બધું દલીલથી સમજાવ્યું એટલે માતા પાસે હવે દલીલ ખૂટી ગઈ. ત્યારે હવે સ્ત્રીનું શસ્ત્ર વાપરે છે. શું એ? આંખમાં આંસુ લાવવાનું, પગે પડવાનું, વગેરેમાનું.
માતા સુરેન્દ્રદત્તને કહે છે, “બચા! હમણાં ઋષિવચનની વિચારણા કરવી રહેવા દે. મહર્ષિના વચનને વિચાર કરવા હાલ અવસર નથી. હમણાં તો તારું સ્વપન મને વ્યાકુલ કરે છે. માટે તને હું પગે લાગીને કહું છું કે તારે શાસ્ત્રની વાત ન કરવી, ને હું જે કહું તેમજ કર! એટલું કહીને ઊભી ન રહી, પણ એના પગમાં પડી શું કહે છે? આજ તારે મારું કહ્યું કરવું પડશે મા એટલે એનું હૃદય જ જુદું છે. હવે દલીલ મૂકીને અપીલ કરે છે, હૃદયના ઊંડાણમાંથી નિકળતી વિનંતી છે. આ પ્રસંગ માતાના ભક્ત પુત્ર માટે જોખમભરેલ પ્રસંગ બની ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org