________________
સુરેન્દ્રદત્તની માતા કેવી ?
વાશી ખાય છે પણ દુઃખી થઈશ :
એમ, પેલી શ્રાવિકા મા છોકરાને ધર્મધુરંધર બનાવવા અંબે છે, લાગ લાગતું નથી, એટલે હવે એક રસ્તો લે છે જગાડવાને - છોકરાને ભાણા પર રેજ ગરમાગરમ રસોઈ પીરસે છે, પણ સાથે કહે છે,
વત્સ! વાશી ખાયે જાય છે, પણ દુઃખી થઈશ.” રોજ ને રેજ આ સાંભળીને છોકરે ચેંકે છે, “આ પ્રત્યક્ષ તાજી ગરમાગરમ રસોઈ અને વાશી?
પૂછે છે માતાને “મા! શું કહેવા માગે છે?”
મા જબરી છે, કહે છે “ભઈલા! એનો અર્થ ગુરુ મહારાજ સમજાવશે.”
ર્યો ઊભે! પહોંચાડયે ગુરુ પાસે ગુરુ શું કહેવાના છે એ મા નહિ સમજતી હૈય? પૂર્વનું રાંધી મૂકેલું પુણ્ય આજે વાશી છે, એટલું એ ભેગવી લેવાનું કરીશ, નવું પુણ્ય નહિ ઊભું કરે, તે આગળ દુઃખી થવું પડશે અનેક કુજન્મમાં! માટે ઉઠ, ધર્મના માગે લાગી જા.” આ જ કહેવાના ને છોકરાને ચેટ જે લાગી તો શું કરશે? કદાચ માતાને ય મૂકી દીક્ષા લઈ લેશે પણ સમજીને જ મા કહે છે.
આ પણ માતા, અને સુરેન્દ્રદત્તને મળેલી યશોધરા પણ માતા! કેટલે ફેર? સુરેન્દ્રદત્તની માતા કેવી? –
એ માતા આરેગ્ય માટે જવને ઘાત કરવાનો આગ્રહ કરે છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org