________________
૧૧૨
શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર કોણે રે દીઠે રે મારો અરલે, પૂ છે લે ક હ જા રે જી.
અરણિક મુનવર ચાલ્યા ગેરરી.' મારે અરણિકો કોઈએ જે? અરે, ભાઈ અરણિક! અરણિક !” કરતી મા ફરે છે, ગલીએ ગલીએ ને બજારે બજારે! મેટું શહેર, હજારે જણને પૂછે છે, “મારા અરણિકને ભાળે?” દિલમાં દુઃખને પાર નથી, આંખમાં પાણી ભરાઈ આવે છે, હૃદય ગગ રહે છે, “અરેરે ! ક્યાં પડ્યો એ મેહના કૂવામાં? શુ થાય એનું વાંતરે દુગતિએમાં? મારે દીકરે ને આ?” રડે છે ને લેકને રડાવે છે! મનને થાય છે “અરેણિકને પત્તો ક્યાંય મળે? અરે ! આટલા ઊંચા માનવભવે આ, સંયમ માગે ચઢા, હવે એ નીચે પડે? તો તે પછી દીર્ધ દુગતિમાં કેવા કરુણ હાલ એના ! ન પડવા દઉં નીચે.” અરણિકને પશ્ચાત્તાપ –
નગરમાં પ્રત્યે રાખે છે, ત્યાં અરણિકભાઈ તે બેઠા છે એક મહેલના ઝરૂખામાં, પતન કરાવનારી નવરંગીલી યુવતીની સાથે ગઠાબાજી રમતા ! ત્યાં માતાના કરુણ અવાજને સાંભળે છે, સાંભળીને રોકે છે! માતાના રુદન પર હૈયું હચમચી ઉઠે છે! “અરે ! જે માતાએ મને જનમ આપ્ટે, પાળે, પિળે, ઊંચા ચારિત્રમાણે ચઢા, એને મેં ભ્રષ્ટ થઈ આટલી બધી દુઃખી કરી? કેટલો કંગાળ હુ? કે પામર હુ! કે નિઃસર્વ હું!” અરણિકનું માતૃવત્સલ હૈયું ફફડી ઊઠે છે. - હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધાર જી; ધિ ધિગૂ વિષયી રે મારા જીવને. મેં કીધે અવિચાર જી”....
હવે અરણિકનું હૈયું ભારે શેક કરે છે, “મારી મા! ધન્ય તને ! ક્યાં તારાં કલ્યાણ પરાકામ ને ક્યાં મારી મારક મૂઢતા! હું તે કાયર છું, ચારિત્ર શુ પાળું ચારિત્ર તો ખાંડાની ધાર જેવું છે, એના પર ચાલવું એ શૂરવીરનાં કામ છે. આવી તું મા અને માર્ગ મળવા છતાં હું આ વિષયાંધ બા ! ધિક્કાર છે મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org