________________
૧૦૮
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર
અનંત ઉપકારક પરમ દયાળુ ભગવાન માગ્યા પછી એમના પર એવા એવારી જવાનું મન ન થાય? જરા અગરબત્તીનો ટુકડો ય ન લઈ જવાય? ના, “આ તે દેરાસરમાં છે ને?” એટલે? દેરાનું દેરાના ભગવાનને! પૂજા કરવી છે, પણ દૂધ-પાણી, કેસર -સુખડ, કેશરપેથાને કે અંગછણાને નાના ટુકડા પણ દેરાને! દેરાના ભગવાન આપણ નહિ ! માટે પૂજા સારુ દેરાને મેલ, દેરાને પૂજારી ! ને મેરપી છે, કેશરઉતાર, પખાળ, બંગલુંછન બધું પૂજારી કરે ! “અમારે તે ભગવાનને પૂજારી તૈયાર કરી રાખે, પછી કેશરની વાટકી ઉઠાવતા ને ઢીલાં કરી દેવાનાં!' કારકુને તૈયાર કરી રાખેલા કાગળ પર મેનેજર સાહેબ સહી કરી નાખે ! બધું રેડીમેઈડ જોઈએ! રેડીમેઈડ કપડાં લાવી પહેરતાં તે હજી ય શરમ લાગે છે, પણ અહીં રેડીમેઈડ ભગવાન લઈ બેસતાં કાંઈ શરમસંકેચ નથી ! વાળાકૂચીને ઉપગ કે –
શુ મનને એમ ન થાય કે “અરે! હું આ નાથને સેવક છું? મારે સારાં સુંવાળાં ને ચકમક સફાઈદાર કપડાં; ને મારા ભગવાનને જાડા પર ખરબચડાં ને ઝાંખા બંગલુછણ! મારા મેઢે લગાડવાનું ય મન ન થાય એ કેશરપથા? મારા તરણતારણુ ભગવાનને આ પૂજારીએ વાળાચીન ગદા મારે? કૂચડાથી ખચખચ કરી એટલે કે લેટ મંજાય, એમ વાળાચીથી ખચખચ કરી મારા નાથને માં જે? આ હું શું જોઈ રહ્યો છું?” સવાર પડે ત્યાં મંદિરમાં ખાખચ ચાલુ! ગિરિરાજ પર નવ દ્રમાં દર્શન કરવા જઈએ ત્યાં આ ખચાખચના ધૂમ અવાજથી લેજુ કંપે છે? ઘેર નાના બાબાને આમ સાફ કરે છો? ના, ત્યાં તો પેતાના હાથે પહેલે સાબુ લગાડી પછી એ હાથ મુલાયમ રીતે બાબા પર ફેરવવાને. નાક-કાનમાં મેલ ભરાઈ ગયે હોય તો તે સાચવીને આંગળી ઘાલી કાઢવાને! કચડે લઈને ખખચ નહિ કરવાનું. કેમ એમ? એ જીવતે છે, સુકોમળ છે, વહાલો છે માટે, અને અહીં ભગવાન? પાષાણના? ભૂલા ન પડતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org