________________
પાપ સેવતાં હૈયે કે ફફડાટ
૧૦૩ શ્રાવકને એક મહાન ગુણ “પ્રજ્ઞાપનીયતા, એટલે કે સમજાવે તે સમજવાની ને સ્વીકારવાની યેગ્યતા’-એ ગુણનું દેવાળું નીકળે છે. કારણ? પાપમાં કઠેરાત અને નિકુરતા. હૈયામાં ફક્કાટ –
વીતરાગની તારક વાણીના અને પવિત્ર સાધુપુરુષના સમગમના ઊંચા લાભ લેવા હેય તે આ કઠેરતાનિકુરતાને પહેલાં રવાના કરી દેવી જોઈએ. પાપની વાતમાં હૈયું ફફડતું રહેવું જોઈએ, ફફડાટ હશે તે પાપ કરેલું બહુ ફ્યુ લાગશે. પાપમાં હૈયાને ફફડાટ હશે તો પાપ પર કર્તવ્યને સિક્કો મારવાનું નહિ કરાય, એ રાચીમાચીને કરવાનું નહિ થાય. ગભરાશે નહિ, હૈયાંને ફફડાટ રાખવાથી સંસાર, દુકાન, ઘર, ઓરેગ્ય બધું અટકી નહિ પડે, ઊલટું એ બધામાં આત્મા જાગતો રહેશે બિનજરૂરી પાપથી બચવાનું કરશે, ને જરૂરી પા૫ રાચી માચીને નહિ કરે, પણ બળતા દિલે કરશે, ન કરવું પડે તે સારું એમ માનશે. આ જાગૃતિ છે. તે આ તે કરવું જ છે ને? જાગતા રહેવું છે કે ઊંઘતા? પાપે એાછાં કરવાં છે કે ભરચક રાખવાં છે?
કહે ને “જાગતા જ છીએ.” કે, પાપ કરતાં જ નથી” -આનું કહેવું છે?
'તો પછી એ સંસારમાં રાગદ્વેષ નથી થતા ને? જૂઠ નથી બેલતા ને? ઈર્ષ્યા, વેરઝેર, કલેશ, કંકાસ નથી કરતા? સ્વાર્થલીલામાં બીજાનું ઉખેડી નથી નાખતા? સીદાતા સાધમને છતી શક્તિએ ઉવેખે છે? પિસા-પરિવાર–પ્રતિષ્ઠા ઉપર સાધમિકના અપમાન-તિરસ્કાર કરે છે? નિંદા વિનાને, બીજાનું ઘસાતું બેલ્યા સિવાયને, એક પણ દહાડે પસાર થાય છે? નિંદામાં આગળ વધીને કયારેક સાધુસાધ્વીજીનું હલકું બેલવા-સાંભળવનું રસપૂર્વક નથી કરતા?
તપાસે, તપાસે, રેજિંદા જીવનમાં પણ કેટકેટલાં પાપે સેવી રહ્યા છો? જાગતા છો કે મેહની ઘેર નિદ્રામાં ઊંઘતા? જીવનમાંથી પાપ ઓછાં કરવાનાં લક્ષણ છે કે બેફિકર ચાલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org