________________
૧૦૧
પાપ સેવતાં હૈયે કે ફફડાટ? કેવી સરસ છોલાઈ છે!” તે એ પણ નિકુર પરિણામ છે. શ્રાવક છે, આ ખ્યાલ રહે ઘટે કે એ એકેન્દ્રિય જીવ છે. કમભાગ્યે એને હું આરંભ-સમારં કર્યા વિના નથી રહેતો, પરંતુ એમાં કશુ ખુશી થવા જેવું કે બહાદુરી મારવા જેવું નથી.” પાકિસ્તાનમાં કોઈ હિન્દુ ફસાઈ ગયે ને પેલા દુષ્ટ કહે “આ મરઘી માર, નહિતર તારી કત્વ કરીશું,” આ કહે નહિ મારું,” પેલા બળાત્કારે આના હાથમાં છરી પકડાવી મરાવે, તે આને શું લાગે? બહાદુરી લાગે? ખુશી થાય? ના, એમ થાય કે આ કચાં ફસાયે? હિંસા કરવાનું મારે હૃદય તથી છતાં હિંસા કરાવવાને એક કે બળાત્કાર? પ્રભુ કેવી આ ફસામણ !' બસ, શ્રાવને સ્થાવરની હિંસા કરવી પડે એમાં પણ આ થાય કે “પ્રભુ ! ક્યાં આ સંસારમાં ફસાઇ? સંસાર મારા પર આવા આરેલ. સમારંભ કરાવવાના કેવા બળાત્કાર કરે છે? હે પ્રભુ ! આ કેવી ફસાણી ?
ક્યારે આમાંથી છુટીશ ? ક્યારે મારા બંધુતુલ્ય સમસ્ત અને અભયદાન દઈશ !' ખપ એને શેષ? –
શ્રાવકનું આ હૃદય જોઈએ, ત્યાં “ખપ એને શેષ (અફસેસ) નહિ” કેમ કરાય? મન મનામણું કેમ ચાલે? દેહને અને કુટુંબને માટે બધું કરાય.” આમ બે બેઠું મનામણું કરી લેવાથી પાપથી બચાતું નથી. “ આપણે નથી મારતા. એ તો તૈયાર દવા આવે છે તે વાપરીએ છીએ, એટલે એમાં પાપ નહિ”આ બેઠું મન મનામણું છે. હૃદય એમાં નિકુર બને છે. દિલ તો એવું બનાવવું જોઈએ કે થોડી પણ હિંસા કરી હય, થોડુ પણ પાપ ક્યુ હોય ત્યાં બહુ લાગે.
કે હુ પાપી ! કેવાં ઘોર પાપ કરૂ છું !” એમ થાય. તો જ એમાંથી છૂટવાને અવકાશ રહે છે. ઉપદેશ એવાને ફળે છે; કેમકે પાપ કરવા છતાં કો મળતા છે. બાકી તે ઉપદેશ સાંભળવાની લાયકાત નથી. સાંભળીને ઊલટું કહેશે, “જોયું આમાં પાપ, આમાં પાપ, બસ ! બધે જ પાપ ! પા૫, પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org