________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર અસમાધિમાં બેવડો માર છે –
એક તે કર્મનાં દુઃખ ઉપરાંત શેક-ઉદ્વેગનું દુઃખ વધી જાય છે. અને બીજુ એની આ વ્યાકુલતામાં તથા એનાથી ઝટ છૂટવાની લાલસામાં કઈ જૂઠ, અનીતિ, માયા, અપચ, રેષ, રેફ વગેરે દુર્ગુણે-દુષ્કૃત્યો દાખલ થઈ જાય છે. એથી ભાવી દુઃખ નક્કી થાય છે... આમ બેવડે માર પડે છે. હર્ષની અસમાધિમાં પણ મદમત્સર, અકડાઈ-અતડાઈ સ્વાર્થોધતાસમારંભ, વગેરેની બાકી રહેતી નથી. વિચાર કરી જુઓ કે માનવ માનવ મટી દાનવ કેમ બને છે? સગુણે કમાવાની તક વેડફી નાખી દુગુણે કેમ અપનાવે છે? એટલા જ માટે કે અસમાધિ એને વિડંબી રહી છે. નવકારમંત્રથી અપૂર્વ સમાધિ મળે છે –
(૧) સમાધિ એ-જીવનને સાર છે, (૨) પ્રત્યક્ષ સુખ લાભ છે. ' (૩) સદગતિની દૂતી છે, ને () વીતરાગતાની નિસરણ છે. માટે નવકાર-સ્મરણ દ્વારા એ ખબ કમાઈ લેવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org