________________
૯૭
જૈન શાસનમાં સમાધિ અર્થાત્ હર્ષ કે ઉગનાં દેલને ન ઊછળે અને સમાધિ, વસ્થતા, સ્થિતપ્રજ્ઞતા જળવાઈ રહે એ કમાવાની જરૂર છે. સારા ભાવનું નિર્માણ એના ઉપર થાય છે. વર્તમાન કર્મઉદય આપણું હાથમાં નથી, કાબૂમાં નથી. કેમકે એ બંધાઈ ચૂકેલાં પૂર્વ કર્મને આધીન છે. પરંતુ ભાવિ કેવું સજવું, શુભ કે અશુભ, એને આધાર વર્તમાનમાં આપણે સમાધિ રાખીએ કે અસમાધિ, એના ઉપર છે. સમાધિ આપણા હાથમાં છે. વર્તમાનમાં અશાતા આવે, અપમાન આવે, ગરીબી આવે, એ કાંઈ આપણું કબૂમાં નથી કે એને અટકાવી શકીએ જ. પરંતુ સમાધિ આપણું કાબૂમાં છે, એને રાખવી કે ગુમાવવી એ આપણું માનસિક પુરુષાર્થ ઉપર અવલંબે છે. સાધનની સમાધિ –
અને, અસમાધિ શા સારુ કરીએ? ભગવાન જિનેશ્વર દેએ તત્ત્વવ્યવસ્થા એવી સુંદર આપી છે, અનંતકાળનું એવું મજેનું કાન કરાવ્યું છે, ચૌદ રાજલોકના એવા યથાર્થ અદ્દભુત ભાવે બતાવ્યા છે, કે એને વિચાર રાખીએ, તો સમાધિ જાળવવી સહેલી બને છે. “ભાવી ભાવ પ્રબળ છે”, એમ વિચારીએ તોય સમાધિ બની રહે છે.
સમાધિ માટે પાસે છે તે ઘણું” માને.
સમાધિમાં તે સુખ પણ અનન્ય છે. અસમાધિવાળાને લાખે-કડેથી જે સુખ નથી, તે સમાધિવાળા ગરીબને પાસે છે. પૂણિયા શ્રાવક પાસે ર્યું ધન હતુ? કઈ શ્રીમંતાઈ હતી ? કશી નહિ, છતાં સમાધિ સુંદર હતી તે રાજા શ્રેણિક કરતાં વધુ સુખી હતા, સ્વસ્થ હતો ! સમાધેિ છે એટલે તે હવે વિષાદની સતામણું નથી, જે કાંઈ બીજાની દૃષ્ટિએ ઓછું પણ મળ્યું છે તેય ઘણું લાગે છે. આપત્તિ આવતાં, કર્મના નિર્ધારિત ઉદય સમજી કોઈ વિષાદ કરવાની તૈયારી નથી. તાત્પય, સમાધિમાં રન મસ્ત રહે છે. ત્યારે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org