________________
૧૮
હસ્તપ્રતોને આધારે પાકસંપાદન પ્રત કે કલ્પનાને આધારે તે પૂરો પાડ્યો છે) તે ચરણોમાં પણ જરા ઝીણવટથી તપાસતાં કોઈક રૂપે તેમાં સંવાદ જળવાયો હોવાનું પ્રતીત થશે. ૩૬/૪માં “કોટ્ય-જોડ્ય' છે ત્યાં તો દેખીતાં જ “કોડ્ય” (કોડિ.ક્રોડ) એ જાણીતું મધ્યકાલીન રૂપ મૂળમાં હોવાનું સમજી શકાય. ૧૧/૩ ( “અંબુસંગ.), ૩૩/૨ (‘હંસ- બ્રહ્મા” બૃ.કા., સ.સા. વગેરે પ્રમાણે) અને ૩૫/ ૪ (“વષ્ટ-અર્થ’) એ સ્થળોએ પ્રાસ અશુદ્ધ છતાં કેટલાક વર્ણસામ્યને લીધે અને “ગાલ' એવા સ્વરૂપ સામ્યને લીધે નિર્વાહ્ય બને છે. ૮/૨, ૧૭/૪, ૨૬/ ૧, ૩૦/૨ એ સ્થળોએ બંને યતિસ્થાનોને પ્રાસથી નથી જોડ્યાં, પણ અગિયાર માત્રાએ પૂરા થતા શબ્દોનો પ્રાસ કાં તો પૂર્વવતી શબ્દની સાથે અથવા તો પાછળના ખંડમાંના નિકટ રહેલા શબ્દની સાથે મેળવ્યો છે : “અવિલોકે લોક” (-૮/ર), “ઊંચ નીચ' (૧૭/૪), “ઇશ વિશ” (૨૬/૧), દસ વીસ” (૩૦/૨). ૨૯/રમાં “પંડિતાને બદલે “ધૂળ પાઠ લેતાં પણ, પૂર્વ વતી યતિખંડમાં આ જ પદ્ધતિએ “પિંડ બ્રહ્માંડનો પ્રાસ મળે છે. આ હકીકતના પ્રકાશમાં ૬/૪માં બૂ. કા. વગેરેનો “રક્તપીત નહિ શ્વેત, શાયમ નહિ નીલ વિચારે એ પાઠ યોગ્ય ઠરશે – ત્યાં યતિ સ્થાને નહીં પણ પૂર્વ યતિખંડમાં “પિત શ્વેત'નો પ્રાસ મેળવેલો છે. આ દષ્ટિએ ઉક્ત સ્થળોએ આંતર પ્રાસની અપેક્ષા અમુક રીતે પૂરી પડતી હોવાથી ધ્રુવે ઈષ્ટ માન્યા છે તે ફેરફારોની આવશ્યકતા નહીં રહે, અને ૩૦/૧ તથા ૪૦/૪ માટે કાં તો કોઈ બીજા પાઠની અપેક્ષા રહેશે અથવા તો તેમને વિરલ અપવાદ ગણવા પડશે.
ગેયતાના અંશોને કારણે રોળાનું મૂળ માત્રાબંધારણ અમુક શિથિલતાને અવકાશ આપતું થયું હોય એમ સ્વીકારીએ તોપણ તેથી તેના પાયાના બંધારણની ઉપેક્ષા કરવાનું સંપાદકને ન પરવડે. ૩/રમાં સંપાદકોએ “ભવ કહું ને સ્થાને “તે વ’ પાઠ સ્વીકાર્યો છે, પણ તેથી એક માત્રા ઘટે છે, અને આવે સ્થળે પ્રાસ માટે અખો ઘણી વાર “ભવ' ઉપયોગમાં લે છે એ હકીકતનો પણ અનાદર થાય છે છંદ, ભાષા વગેરેનાં ધોરણોના સંમિલિત પુરાવાને આધારે પાઠનિર્ણય કરવાની આવશ્યકતાનો આથી સહેજ અણસારો મળશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org