________________
કેટલાંક સંપાદનોની સમીક્ષા
૧૭
છે કે તેણે કે. હ. ધ્રુવને ‘અનુભવબિંદુ’નું સંપાદન હાથ ધરવા પ્રેર્યા. ધ્રુવના પ્રયાસ પહેલાંની આવૃત્તિઓમાં રોળાચરણોમાંથી પોણા ભાગનાં એવાં હતાં જેમાં આંત૨ પ્રાસ (ધ્રુવ જેને ‘યમકસાંકળી' કહે છે, તો પાઠક ‘પ્રાસસાંકળી') હતો, એટલે બાકીનાં ચરણોમાં પણ મૂળમાં તે હોય, પણ અપપાઠોને કારણે મુદ્રિત આવૃત્તિઓમાં તે ખૂટતો હોય એમ માનીને ધ્રુવે ‘અનુભવબિંદુ’નું સંપાદન હાથ ધર્યું, અને અન્યાન્ય હસ્તપ્રતોને આધારે (તો ક્વચિત્ કલ્પિત પાઠને આધારે) ‘અનુભવબિંદુ’– નાં રોળાચરણોની આંતરપ્રાસની દૃષ્ટિએ તેમણે સંગતિ સાધી.
ધ્રુવની જેમ આપણે આંત૨ પ્રાસને ‘અનુભવબિંદુ'ના રોળાનું અવ્યભિચારી લક્ષણ ન માની લઈએ તોપણ તે વ્યાપક પ્રમાણમાં તેમાં પ્રયોજાયો હોવાનું તો સાવ ઉઘાડું છે, અને એટલે જે જે રોળાચરણમાં તે અમુક પ્રતમાં ન હોય ત્યાં ખોટો પાઠ તો કારણભૂત નથી ને ? એ ચકાસવું સંપાદક માટે આવશ્યક બની જાય છે. તે જ પ્રમાણે તેને માટે ‘અનુભવબિંદુ’ ના છપ્પાની રચના પાછળ રહેલી પ્રાચીન -મધ્યકાલીન રોળા અને છપ્પાની પરંપરાને પણ લક્ષમાં રાખવી અનિવાર્ય બને છે.
‘અનુભવબિંદુ’ના છપ્પાના જુદી જુદી પ્રતમાં મળતા પાઠમાં છંદદષ્ટિએ માત્રાની જે વધઘટ મળે છે તેને પાઠનિર્ણયની એક સમસ્યા તરીકે લેવાને બદલે સંપાદકોએ જાંચતપાસ વગર જ તેને અખાની શિથિલતા ગણવાની ભૂલ કરી છે. તેના પુરાવા લેખે પ્રસંગવશાત્ તેમણે જે થોડુંક કહ્યું છે તે તો ઘડીક પણ ટકી શકે તેવું નથી. ધ્રુવવાળો પાઠ નહીં, પણ સંપાદકોનો જ પાઠ લઈએ તો તે અનુસાર પણ ૧૫૬ રોળાચરણોમાં માત્ર આઠદસ ચરણો એવાં છે જેમાં સ્પષ્ટ આંત૨ પ્રાસ નથી, અન્યત્ર બધે તે છે. આટલી સંખ્યામાં આંતર પ્રાસ (અને સર્વત્ર અંત્યપ્રાસ) પદ્યરચનાના પરંપરાગત કૌશલ વિના- માત્ર અકસ્માત, અનાયાસ કે રમતગમત કરતાં તો ન જ નિષ્પન્ન થાય. એટલે આંતર પ્રાસના અભાવવાળાં સ્થળો પ્રત્યે ધ્રુવ સાશંક થયા તે માટે પૂરતું કારણ હતું.
જ્યાં આંતર પ્રાસ જળવાયાનું લાગે છે(અને જ્યાં ધ્રુવે ઇતર કોઈ
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org