________________
૧૯
કેટલાંક સંપાદનોની સમીક્ષા તપાસ માગતા પ્રશ્નો
અનુભવબિંદુના છપ્પાના પાછલા ઘટકનો છંદ પણ સમસ્યારૂપ છે. વસ્તુવદનક, રાસાવલય વગેરેનાં ચાર ચરણ સાથે કર્પર, કુંકુમ, દોહા, ગાથા વગેરેની કડી જોડીને પપદ વર્ગના છંદો સધાતા હોવાનું પ્રાકૃત પિંગલો નોંધે છે. “અનુભવબિંદુના છપ્પામાં પાછલો ઘટક ૧૫+૧૩નાં બે ચરણો છે કે ૧૩+૧૩નાં (અથવા તો બંને પ્રકાર મળે છે) એ તપાસનો વિષય છે. ધ્રુવે પોતાની આવૃત્તિની પ્રસ્તાવનામાં આ મુદ્દો સ્પર્શે છે, પણ તેની વ્યવસ્થિત તપાસ બાકી છે. તે જ પ્રમાણે “અનુભવબિંદુના પહેલા છપ્પાનો છંદ પણ કોયડારૂપ છે. ધ્રુવે તેમ જ પાઠકે (‘પ્રાચીન ગુજરાતી છંદો,' પૃ. ૧૮૬-૧૮૭) એ તરફ આપણું લક્ષ દોર્યું છે. પણ સંપાદકોએ આ બધા મુદ્દાઓની ચર્ચાવિચારણાને આગળ ધપાવવાની તકને જતી કરી છે.
“અનુભવબિંદુ'નો પૂરેપૂરો પ્રમાણભૂત પાઠ નિર્ણત કરવા માટે ફરી કોઈએ વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો રહેશે.
છપ્પાનાં ફૂટસ્થાનોની (તથા તે સાથે સંકળાયેલી પાઠ-પસંદગીની) ચર્ચા સ્વતંત્ર રીતે કરવી જોઈએ એટલે અહીં એને છેડવી ઉચિત નથી, છતાં એક સ્થાનનો હું સ્પર્શ કરું : ૭.૩નો અર્થ “જેમ સૂર્ય-ભુવનમાં વસનારને...” એવો કર્યો છે, તેને બદલે “જેમ ભુવન મધ્યે રહેલો સૂર્ય...' એમ કરવો જોઈએ. “ભુવન મધ્ય વાસ'નો “વસનારને એવો અર્થ ખેંચીને કરવો પડે છે, અને એવી જરૂર પણ નથી. અનુપૂર્તિ
'૧૯૬૯ની બીજી આવૃત્તિમાં હસ્તપ્રતો અંગે સંક્ષિપ્ત માહિતી “અનુભવબિંદુ’ નો છંદ, કેટલાંક પરિશિષ્ટો વગેરેનો ઉમેરો કરાયો છે. મારાં કેટલાંક સૂચન સંપાદકોને સ્વીકાર્ય લાગ્યાં તેથી આનંદ થયો, પણ છંદ માટે માત્ર “બૃહતપિંગળ'નો આધાર લીધો છે, બીજા મૂળ ગ્રંથો જોવાનું સંપાદકોએ ઈષ્ટ ગણ્યું નથી. સામગ્રીની ગોઠવણી પણ ઘણી સુધારી લીધી છે. એકંદરે નવી આવૃત્તિની ઉપયોગિતામાં સારો એવો વધારો થયો છે. આંતર પ્રાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org