________________
સાહિત્ય સંશોધન
૧૧ આ હકીક્તને લક્ષમાં રાખીને પ્રસ્તુત સંપાદનમાં પાઠનોંધની એક વિશિષ્ટ પદ્ધતિ ગ્રહણ કરવામાં આવી છે. મુખ્ય પ્રતની પહેલી સો પંક્તિ સુધી તુલના પ્રાપ્ત પ્રતોના બધાંયે પાઠાંતરોની નોંધ લેવામાં આવી છે. પછીની સો પંક્તિ સુધી શાબ્દિક ભેદો નોંધ્યા છે. તે પછીથી ખાલી જોડણીવિષયક, પર્યાયાત્મક કે પાદપૂરક પાઠાંતરોની નોંધ નથી લીધી, સિવાય કે વ્યાકરણની, વિશિષ્ટ જોડણીની કે એવી કોઈ દૃષ્ટિએ તેમની અગત્ય હોય. પણ પાઠ વધતો ઓછો હોય તેવાં સર્વ સ્થળોની નોંધ લીધી છે. બે પ્રતોમાં જોડણીભેદે એક જ પાઠ હોય, ત્યાં પ્રાચીન પાઠ બંને પ્રતોના સંકેત નીચે આપ્યો છે. આ પદ્ધતિમાં દરેક પ્રતની લેખનવિષયક વિશિષ્ટતાઓનો અને તેનાં વિશિષ્ટ જોડણીવલણોનો જરૂરપૂરતો ખ્યાલ આપણને મળી રહે છે, અને તે સાથે નિરર્થક પાઠાંતરોથી સંપાદનને ફુલાવવાના શ્રમમાંથી બચી જવાય છે. પણ ભાષાની, અર્થની યા બીજી કોઈ દૃષ્ટિએ મૂલ્યવાન જણાતાં પાઠાંતરોની નોંધ અચૂક લેવામાં આવી છે. સંપાદિત ગ્રંથપાઠમાં મૂળની કોઈ પ્રતમાં ન હોય તેવા એકેય કલ્પિત પાઠને સ્થાન આપવામાં નથી આવ્યું. એકેય પ્રતમાં ન હોય તેવી જોડણીવાળો પાઠ વિશિષ્ટ કારણે ક્યાંક મૂકવો ઉચિત ધાર્યો છે, ત્યાં પાઠને આડકતરી રીતે પ્રતોનો આધાર છે.
ચરણ ના ચાલ્યા, ચરણ ન ચાલે મેહલી, મેહેલી, મેહલીને આંણે, એણે તુજને તાંહા માર્યો જાંણશું, તુઝને માર્યો અને જાણક્યું રઢીયાલે રૂપ, રઢિયાળાં રૂપ, રડીઆલું રૂપ ઘણો, ઘણું, ઘણા મનમાં આણી પ્રીત્ય, મન આણીનેં પ્રીત કૅલેંજ્યો મુંને, કહોજી મુંને, કહો જો મુનેં પ્રધાનને સુંઠું પાટ, પરદાનને તો શોપો પાટ
આ જાતના પાઠભેદોની પ્રસ્તુત સંપાદનમાં નોંધ લેવામાં નથી આવી, સિવાય કે બીજી કોઈ દૃષ્ટિએ તેમની અગત્ય હોય.
સંપાદિત ગ્રંથપાઠની જોડણી મુખ્ય પ્રત પ્રમાણે નિયમ તરીકે રાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org