________________
૧૦
હસ્તપ્રતોને આધારે પાશ્ચંપાદન આવા સંજોગોમાં બધાયે પાઠાંતરો નોંધવા કે અમુક જ? બધાંયે નોંધવા જતાં જે સમય, શ્રમ વગેરેનો વ્યય થાય તેના પ્રમાણમાં તેમનું મૂલ્ય કેટલું? અમુક જ નોંધવા, તો પસંદગીનું ધોરણ શું રાખવું? વગેરે પ્રશ્નો પ્રાચીન ગુજરાતી કૃતિના સંપાદકની સામે આવીને ઊભા રહે છે. અને પાઠાંતરોના જંગલને લક્ષમાં લેતાં તેમાંથી એક છાપ આપણા ઉપર એવી પડે છે કે અમુક અંશે ગ્રંથપાઠ મૂળથી જ પ્રવાહી કે અનિશ્ચિત સ્વરૂપનો હતોએટલે કે સંસ્કૃતપ્રાકૃતાદિ કૃતિઓના મૂળ પાઠના સ્વરૂપ અંગે જેટલી મર્યાદિત નિશ્ચિતતા હતી, તેટલી પણ મધ્યયુગીન ગુજરાતી કૃતિઓ માટે ન હતી. ઉપર ઉલ્લેખ્યું તેવી જોડણીના વૈવિધ્યથી કે અહીં તહીં દેખાતા શાબ્દિક પરિવર્તનોથી પણ, મૂળ ગ્રંથકારને યે પોતાની કૃતિમાં કોઈ ખાસ ફેરફાર થયો હોવાનું કે તેમાં કશું વાંધાભર્યું હોય તેવું નહીં લાગતું હોય. મુખ્ય કથયિતવ્યમાં કે હકીકતો ને વિગતોમાં પરિવર્તન થયેલું ન લાગે ત્યાં સુધી પાઠમાં થતો શાબ્દિક ફેરફાર લક્ષમાં લેવાની કોઈને જરૂર જ ન લાગતી.
હસ્તપ્રતોમાં જોડણીને લગતી વ્યવસ્થા કે સુસંગતતા નથી જોવા મળતી એ ખરું, પણ પ્રત્યેક વિગતને ગણતરીમાં લેવાને બદલે ધૂળમાને જોઈએ તો દરેક હસ્તપ્રતમાંથી અમુક જોડણીવલણો સ્પષ્ટ રીતે તારવી શકાશે, અને તે-તે પ્રતોની જોડણી કાંઈક અંશે એ તારવેલાં વલણોને અનુરૂપ જોવામાં આવશે. જે પ્રત “સ” ને “શ' ને બદલે માત્ર “સ” જ લખતી હોય, તેમાં ઘણુંખરું સર્વત્ર “સ” મળશે, બીજી કોઈમાં ઘણુંખરું “શ” મળશે. કોઈમાં “ય' શ્રુતિ કે “હ' શ્રુતિ નોંધવાનું વલણ સ્પષ્ટરૂપે જોઈ શકાશે, તો કોઈમાં તેનો અભાવ જણાશે. જો કે “ઈ કાર કે અનુનાસિકની બાબતમાં આવું ચોક્કસ વલણ ઓછું જોવા મળે છે. એટલે એક વાર એક પ્રતનાં જોડણીવલણો નજરમાં આવી જાય તે પછી એની લેખનવિષયક વિશિષ્ટતાઓ વિશે નવું જાણવાનું બહુ ઓછું રહે છે. બધાંયે પાઠાંતરો નોંધવામાં આવે તો તેમાં, જોડણીને લગતાં પાઠાંતરો એકના એક આવ્યા કરશે અને તેથી તે પ્રતનાં ભાષાવલણ કે જોડણીગત વિશિષ્ટતાઓ વિશે કશો વધારાનો પ્રકાશ નહીં પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org