________________
સાહિત્ય સંશોધન (૧) સ્વ ને દીર્ઘ ઈ” તથા “ઉ” (૨) “ઓ” અને “ઉ” (૩) અનુસ્વાર તેમ જ અનુનાસિક, (૪) કર્તા કે તૃતીયા-સપ્તમીનો “ઈ', “યે', “એ', (૫) ‘ય’ કાર, (૬) “ક્ષ', (૭) “સ” અને “શ', (૮) “હકાર અને તેના અનુગામી સ્વરની પૂર્વાર પર અસર (“કહે, “કહે' વગેરે), (૯) “જ” ને “ઝ', (૧૦) “ટ” ને “ઠ”, તથા “ડ” અને “ઢ' (૧૧) “ષ' અને “ખ”, (૧૨) “લ” અને “ળ”-એ વિષયમાં હોય છે. એક જ શબ્દની જોડણીમાં એક જ પ્રતમાં ઈ” ને “ઉ” એક સ્થળે હૃસ્વ મળે ને બીજે સ્થળે દીર્ધ પણ મળે; શબ્દારંભે ક્યાંક “ઉ” મળે તો ક્યાંક“ઓ'; તૃતીયા-સપ્તમીનો પ્રત્યય સાનુનાસિક તેમ જ નિરનુનાસિક બંનેના રૂપે મળે; તેવું જ વર્તમાન ત્રીજા પુરુષના ‘ઈ’ પ્રત્યયનું ને નાસિક્ય વ્યંજનો પૂર્વેના સ્વરનું “રામ”, “રામ”); “ય કારની બાબતમાં (ભૂતકાળમાં તથા અન્યત્ર) પણ જે પ્રત “ય આપતી હોય તેમાં પણ કોઈવાર ‘ય’ વગરનું પદ હોય છે. તત્સમ શબ્દો પણ મૂળરૂપે લખવાનું વલણ કોઈક જ પ્રતમાં હોય છે, અને ત્યાં પણ સંપૂર્ણ સુસંગતતાની આશા રાખવી નકામી છે.
આ તો થઈ માત્ર જોડણીભેદોની વાત. જોડણીભેદો સિવાયના પાઠભેદો પણ કમ નથી. બહુવચન અને એકવચનની અદલબદલ કે એક કાળના રૂપને બદલે બીજા કાળનું રૂપ, અથવા તો બને”, “જ', “જે’, ‘તે',
તો', “આ”, “કે' વગેરે જેવા પાદપૂરકો: એ સૌને લઈને ઉદ્ભવતા પાઠાંતરો પણ પાર વગરનાં છે. વળી, અમુક એક પ્રતના પાઠને બદલે દરેક પ્રત્યંતરમાં જુદાજુદા પર્યાયો ને સમાનાર્થ કે લગભગ સમાનાર્થ ઉક્તિઓ પણ અનેકાનેક સ્થળે મળે છે. અને અથરૂર હોય તો પણ મૂળ વાત માટે કશી જીવ જેવી અગત્ય ન ધરાવતાં હોય એવાં પાઠાંતરની સંખ્યા પણ અલ્પ નથી. આ કારણે એક જ કડીના ત્રણચાર પ્રતોની તુલનાને આધારે જોવામાં આવતાં પાઠાંતરોની સંખ્યા એવડી હોય છે કે તેની નોંધનું કામ એ બધી પ્રતોનો સળંગ પાઠ ઉતારવાના કામ કરતાં પણ વધારે જટિલ બનવા જાય છે, પ્રાચીન ગુજરાતી કૃતિઓ ઘણુંખરું પદ્યમાં હોવાથી અને તેમને માટે વધતેઓછે અંશે ગેય હોય તેવા, મુકાબલે મુક્ત માપના દેશી છંદો પ્રયોજાયા હોવાથી, પાઠનિર્ણયમાં, અન્યત્ર જે છંદનું સાધન ખૂબ મૂલ્યવાન બની રહે છે, તે અહીં જરાયે કાર્યસાધક ઠરતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org