________________
૮૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આત્માના સ્વરૂપનો કે ઈશ્વર વિષેનો વિચાર ન હતો. તેથી એના પરમ પુરુષાર્થના માર્ગને પણ આનંદશંકર “જડ કર્મોના જંગલમાં પડેલા માર્ગ” તરીકે ઓળખાવે છે.
આમ, મીમાંસાશાસ્ત્રને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાંથી આનંદશંકર બાકાત રાખે છે. સાંખ્ય અને યોગના જેવો ગૂઢ નહીં પણ સામાન્ય માણસ માત્ર લૌકિક સ્તરે સમજી શકે તેવા દર્શનશાસ્ત્રના જ ખરા પ્રદેશમાં રહીને વિચારે એવા માર્ગની જરૂર હતી. તે સમયમાં કણાદ રચિત “વૈશેષિક” દર્શનનો ઉદ્દભવ થયેલો છે એમ આનંદશંકર માને છે. આ દર્શન આશરે ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષનું છે.
સાંખ્ય અને યોગની મુશ્કેલીઓથી વૈશેષિક દર્શન મુક્ત હતું. તેના મુખ્ય સિદ્ધાંતો આનંદશંકર સ્પષ્ટ કરી આપે છે. આ ઘટ છે, એને રંગ છે, એને આમ તેમ ચલાવી શકાય છે, એનો અમુક ખાસ ધર્મ છે જેને લઈને એ ઘટ કહેવાય છે, એ ગુણ કર્મ અને લક્ષણભૂત સામાન્ય, સર્વે ઘટરૂપી દ્રવ્યમાં અમુક નિત્ય સંબંધ (સમવાય)થી રહેલાં છે. ઘટ જેનો બનેલો છે તેના અંતિમ દ્રવ્યને પરમાણુ કહીએ છીએ અને “વિશેષ'થી તેમનામાં ભિન્નતા આવે છે.
જડ જગતથી આત્માના ધર્મ જુદા જ છે. આત્મા દેહથી જુદો છે. ‘લિયંકુરાદિક કાર્યો છે એનો કર્તા હોવો જોઈએ, એ કર્તા તે હું નથી અને હું તે તમે નથી એટલે આત્માઓ પણ અનેક અને પરમાત્મા ઈશ્વર સર્વથી જુદો છે.
આમ, સામાન્ય માણસને ગળે ઊતરી જાય તેવો અને દર્શનશાસ્ત્રની મર્યાદા જાળવતો વૈશેષિક દર્શનનો ઉપદેશ સૃષ્ટિના પદાર્થોનું વિશ્લેષણ કરતો હોવાથી, લૌકિક દૃષ્ટિએ સ્વીકાર્ય બન્યો છે તેમ આનંદશંકર માને છે.
પ્રકૃતિ અને પુરુષ બે ભિન્ન પદાર્થો છે. તે વૈશેષિક દર્શનના પદાર્થોના વિશ્લેષણથી સરળતાથી જાણી શકાય છે. તે પદાર્થોના વિશેષ ધર્મો જાણવા માટે અનુમાન પ્રમાણની જરૂર પડી. તેથી અનુમાનનો પદ્ધતિસર વિચાર કરી પદાર્થોના વિશેષ ધર્મોની અનુમાન દ્વારા સાબિતી ન્યાયદર્શન આપે છે.
- દરેક બાબતમાં વેદનું પ્રમાણ આપવું એ બરાબર નથી. તેથી પ્રમાણ પદ્ધતિ સ્થાપવાની જરૂર પડી કે જેના વડે દરેક માણસને દલીલો દ્વારા અમુક સત્યોની ખાતરી કરાવી શકાય. - ઈશ્વરને પણ અનુમાનથી સિદ્ધ કરવાનું કામ “ન્યાયદર્શન કરે છે.
ન્યાયદર્શનની અનુમાન પ્રણાલીનું ઐતિહાસિક અવલોકન કરતાં આનંદશંકર કહે છે:
“આ અરસામાં બૌદ્ધ અને જૈનપંથીઓએ વૈદિકમાર્ગ ઉપર પ્રહાર શરૂ કર્યા હતા, સામાન્ય લોક કે જેઓમાં એ પંથોએ ખાસ પ્રવેશ કરવા માંડ્યો હતો એમની આગળ પગલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org