________________
દાર્શનિક ચિંતનવિશ્વ
પગલે વેદનાં જ વાક્યો ટાંકવાં હવે નિરર્થક થયાં હતાં. તેથી ખાસ વેદનાં જ વચનો ઉપર આધાર રાખીને બેસી ન રહેનારા અને સાંખ્ય અને યોગની આકાશચુંબી ભૂમિકાએથી ઊતરી લૌકિક વાણીમાં વાત કરનારા તત્ત્વદર્શનની જરૂર હતી, અને એ જરૂર ન્યાય અને વૈશેષિક દર્શને આ સમયે પૂરી પાડી.” (ધર્મવિચાર – ૧, પૃ. ૧૨૫)
તત્ત્વવિચારની વિકાસ પ્રક્રિયા ન્યાયની અનુમાન પદ્ધતિ સુધી આવી એક હેતુવાદી અને બૌદ્ધિક સ્તર પૂરતી સીમિત રહી ગઈ. ન્યાયની અનુમાન પદ્ધતિ ભલે ગ્રહણ કરવા યોગ્ય હોય પણ જીવ-જગત અને ઈશ્વરના સ્વરૂપ સંબંધી એણે જે નિર્ણય બાંધ્યા છે તે સ્થળ અને ઊંડી ધાર્મિકતાની દૃષ્ટિથી રહિત હતા. આ દર્શન માત્ર બુદ્ધિને સંતોષી શકે તેમ ન હતા. મનુષ્યના સમગ્ર આત્માને સંતોષ આપવાનું સામર્થ્ય તેમનામાં ન હતું.
ન્યાયદર્શનની ભૂમિકા માત્ર લૌકિક રીતે પદાર્થોની અનુમાન દ્વારા સાબિતી આપે છે. શ્રુતિના સમીપથી (ઉપનિષદથી) શરૂ થયેલી માનવબુદ્ધિ ન્યાયદર્શનમાં તર્કના આશ્રયે આવે છે. પરંતુ તેમાં પણ અસંતોષ રહેતાં ફરી શ્રુતિ તરફ વળે છે. આનંદશંકર કહે છે કે, આ વખતે અગાઉનાં બધાં જ દર્શનોની મુશ્કેલીઓનો ખુલાસો કરે અને શ્રુતિને આધારે રહેલું હોય તેવા તત્ત્વદર્શનની જરૂર હતી અને તે “વેદાંતદર્શન' રચવાથી પૂર્ણ થઈ.
વેદાંતદર્શનના સૂત્રકાર બાદરાયણ વ્યાસ છે. વેદનો અંત અથવા સિદ્ધાંત જેમાં રહેલ છે તે ઉપનિષદ એટલે વેદાંત : અને એના ઉપદેશ સંબંધી વિચાર કરનારું દર્શન તે વેદાંતદર્શન, જે “બ્રહ્મમીમાંસા' અને “ઉત્તરમીમાંસા નામે પ્રસિદ્ધ છે. તેમાં પરમાત્મા અને જીવાત્માના સ્વરૂપ અને સંબંધ વિષે, પરમાત્માની પ્રાપ્તિના સાધન વિષે, મુક્તિ વિશે મહત્ત્વનું ચિંતન કરવામાં આવ્યું છે. તેના પર પછીથી શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય વગેરે આચાર્યોએ ભાષ્યો રચેલાં છે.
ઉપનિષદ પછીના હિંદુધર્મના ઈતિહાસના પૂર્વ ભાગમાં સાંખ્ય અને વેદાંતદર્શન એકત્ર ભળેલાં હતાં – પાછળથી સાંખ્યદર્શન નિરીશ્વરવાદી થતાં એ બે જુદાં પડ્યાં અને વેદાંત સાંખ્યનું ખંડન કર્યું. એક રીતે જોતાં વેદાંત એ સર્વ દર્શનોમાં જૂનામાં જૂનું છે. કારણકે ઉપનિષદમાં પ્રતિપાદન કરેલું તત્ત્વજ્ઞાન એનું નામ જ વેદાંત છે. પણ એનો સૂત્રગ્રંથ સાંખ્યયોગ, વૈશેષિક, જૈન, બૌદ્ધ વગેરે દર્શનોથી અર્વાચીન છે.” (ધર્મવિચાર – ૨,પૃ. ૧૫૧)
(૪) વેદાંત દર્શન પદર્શનમાં વેદાંતનું સ્થાન :
“પડ્રદર્શનમાં વેદાંતનું સ્થાન એ નિબંધમાં આનંદશંકર વેદાંત દર્શનની તત્ત્વવિચારણાને અન્ય પાંચ દર્શન સાથે સરખાવે છે અને વેદાંત દર્શનના કેટલાક પાયાના સિદ્ધાંતોનું સૂચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org