________________
દાર્શનિક ચિંતનવિશ્વ
બીજો માર્ગ સામાન્ય માણસોમાં ખૂબ જ લોકપ્રિય હતો, જે સાંખ્ય અને યોગના પ્રભાવથી અટકાવી શકાયો નહોતો. બ્રાહ્મણગ્રંથોમાં દેવયજનની અસંખ્ય વિધિઓ બતાવી હતી. બ્રાહ્મણગ્રંથોની આ વિખરાયેલી વિધિઓ ‘કલ્પસૂત્ર’માં ગોઠવાઈ અને ઉક્ત-અનુક્ત અને પરસ્પર વિરુદ્ધ-ઉક્ત વિધિઓ સમજવા માટે વાક્યોના અર્થ કરવાના નિયમો ઘડાયા : આ સર્વ ‘મીમાંસાશાસ્ત્રને’ નામે પ્રસિદ્ધ છે.
૮૫
ધર્મ એટલે કે કર્મ તે આ દર્શનનો વિષય હોવાથી તે ‘ધર્મમીમાંસા' અથવા ‘કર્મમીમાંસા' કહેવાય છે. વળી પ્રથમ કર્મ અને પછી જ્ઞાન - તેથી આ દર્શનને પૂર્વમીમાંસા પણ કહે છે.
સાંખ્ય અને યોગથી અસ્પૃષ્ટ રીતે અસ્તિત્વમાં આવેલા આ દર્શનને સામાન્ય માણસો સાંખ્યયોગની કેટલીક મુસીબતોના ખુલાસા તરીકે ગણતા હતા. યોગદર્શને ઈશ્વરની મદદ લીધી પણ ઈશ્વરને પ્રસન્ન કરવાના માર્ગો બતાવ્યા નહોતા તે મીમાંસા - દર્શનમાં વિધિ-વિધાન (કર્મકાંડ) સ્વરૂપે આવેલા જોવા મળે છે.
આનંદશંકર મીમાંસાદર્શનના ઉપદેશને સ્કુટરૂપે તત્ત્વજ્ઞાન ગણવા તૈયાર નથી. તેઓ કહે છે : “મીમાંસાનો ઉપદેશ દર્શનશાસ્ત્રના મૂળ તત્ત્વથી વિરુદ્ધનો હતો. મનુષ્ય આત્મા પોતાનું અને જગતનું સ્વરૂપ ઓળખવા અને સર્વનું આદિકારણ જાણવા તલપી રહ્યા છે તે વખતે એની આગળ કર્મકાંડના વિધિ ધરવા તદ્દન નિરર્થક છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૨૪)
જો કે અન્ય દર્શનો સામે ટકવાના પ્રયત્નમાંથી એમાં પણ પાછળથી થોડુંક તત્ત્વજ્ઞાન ઉમેરાયું છે, પણ આનંદશંકર તેને ગૌણ અને પૂર્વમીમાંસાના મુખ્ય સ્વરૂપથી સ્વતંત્ર રીતે રહેલું ગણે છે. એક વખત એવો હશે કે કર્મના વિધિ નિષેધનું કામ પૂર્વમીમાંસાએ જનસમાજની અને વ્યક્તિની ખરી ધાર્મિકતા ખાતર માથે લીધું હશે. ત્યાર પછી એવો વખત આવ્યો કે જ્યારે એ જ્ઞાન ધૂમથી અગ્નિ ઢંકાઈ જાય એમ કર્મથી ઢંકાઈ ગયું. આ સમયે તે ઉપનિષદોએ કરેલી યજ્ઞની નિંદાનો અને બૌદ્ધધર્મના અરુણોદયનો. “આવા સમયે આ ધર્મબુદ્ધિએ પશુહિંસામાં રસ લીધો એટલું જ નહિં, પણ ઈશ્વરને પણ ન માન્યો ! બૌદ્ધધર્મની માફક, કર્મ પોતાની મેળે જ ફળ આપે છે, સ્વર્ગ-નરકાદિ ઉપજાવે છે - એમ માન્યું અને દેવતાઓ પણ કર્મને વશ થઈ રહેલા લાગ્યા. આગળ જતાં જ્યારે બૌદ્ધધર્મે વેદ ઉપર પ્રહાર કરવા માંડ્યા ત્યારે એને વેદપ્રામાણ્ય સિદ્ધ કરવાની જરૂર પડી. વિના ઈશ્વરે એણે વેદનું પ્રામાણ્ય સ્થાપવાની હિંમત કરી, અને આ રીતે કેટલોક તત્ત્વજ્ઞાનનો ઉમેરો થયો. પરંતુ પૂર્વમીમાંસાનું મુખ્ય સ્વરૂપ તત્ત્વજ્ઞાનનું નહિ : કરવાનાં તે કર્મો, જ્ઞાન નહિ, અને તે વડે મેળવવાનું તે પણ કોઈ તત્ત્વ નહિ, પણ સ્વર્ગાદિક. આ સિદ્ધાંતમાં ગર્ભિત રીતે કેટલુંક તત્ત્વજ્ઞાન રહ્યું છે. (ધર્મવિચાર - ૧, પૃ. ૧૩૩)
આ રીતે પૂર્વમીમાંસામાંથી તત્ત્વજ્ઞાન સ્ફુટરૂપે મળતું નથી. આ ઉપરાંત આ દર્શનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org