________________
૮૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
યોગદર્શનઃ
મનુષ્ય આત્મામાં અજ્ઞાનનાં જે પડ બાઝેલાં છે તે એટલાં અગાધ છે કે માત્ર પ્રકૃતિપુરુષના વિવેકની સમજણથી દૂર થતાં નથી. પ્રકૃતિ -પુરુષનો અવિવેક એ અજ્ઞાનનું મૂળ છે. એમ જાણ્યા પછી પણ મનુષ્ય રાગ-દ્વેષ, દેહવાસનાથી મુક્ત થઈ શકતો નથી. આનંદશંકર આને “મનુષ્યની અધમતાની પરાકાષ્ટા' કહે છે. આ સમસ્યામાંથી ઉગરવા માટે વધારે ચોક્કસ માર્ગની જરૂર પડી અને તે “યોગદર્શન'માં શોધાયો.
સાંખ્યના પછીથી થયેલા રૂપમાં જે ઈશ્વર માનવામાં આવતો નથી. તેની સામે યોગદર્શન ઈશ્વરમાં માને છે. તે સિવાય બીજી બધી બાબતો સાંખ્યની યોગ સ્વીકારે છે. સાંખે પ્રકૃતિ-પુરુષનો વિવેક કરવાની વાત કરી પણ તે કેવી રીતે કરવો તે માટેનાં સાધનો યોગદર્શને બતાવ્યાં છે.
પતંજલિ રચિત “યોગદર્શન'પ્રતિપાદિત મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરતાં આચાર્યશ્રી કહે છે કે : “ચિત્તવૃત્તિની ઉશ્રુંખલ ગતિ એ આ અવિવેકનું મૂળ છે અને તેથી ચિત્તવૃત્તિનો વિરોધ કરવો, એટલે આત્માનું પ્રકૃતિથી વિવિક્ત સ્વરૂપ એની મેળે પ્રકાશશે અને આત્મા એના પરમ તાત્ત્વિક સ્વરૂપ, અર્થાત્ પરમાત્મા સાથે એની મેળે યોજાશે-જોડાશે” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૨૩)
પતંજલિએ આપેલું યોગનું વિત્તવૃત્તિનિરોધ: એવું લક્ષણ યોગ' શબ્દના મૂળ અર્થમાં રહેલું નથી એમ કહી ‘યોગ' શબ્દનું લક્ષણ સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે : “યોગ એટલે લાગુ કરવું - જીવાત્માને પરમાત્મા સાથે જોડવો, અથવા તો સાંખ્યજ્ઞાનને અનુભવમાં ઉતારવું તે” આ મૂળ અર્થ પતંજલિ કરતાં પ્રાચીન છે. આ દર્શનનાં મૂળ તત્ત્વો છેક ઉપનિષદમાં મળે છે, અને યોગના મુખ્ય અંગોનું અનુષ્ઠાન ગૌતમ બુદ્ધ (ઈ.સ. પૂર્વે છસો વર્ષ) ના વખત પહેલાં પણ જાણીતું હતું. તેથી એટલું સિદ્ધ થાય છે કે પતંજલિનાં સૂત્રો તે યોગદર્શનનું આદ્ય પુસ્તક નથી. (ધર્મવિચાર – ૨, પૃ. ૧૪૯)
ચિત્તવૃત્તિના નિરોધની રીતો પણ યોગદર્શને બતાવી છે. યોગશાસ્ત્ર આંતર પ્રકૃતિના પરિણામક્રમનું સવિશેષ અવલોકન કર્યું છે. તત્ત્વવિચારની પ્રક્રિયામાં યોગશાસ્ત્રને આનંદશંકર સાંખ્યદર્શનથી એક ડગલું આગળ મૂકે છે. “સાંખે સઘળો આધાર આત્માના પોતાના બળ ઉપર રાખ્યો હતો, તેને બદલે યોગે ઈશ્વરના અનુગ્રહની મદદ પણ લીધી અને ઈશ્વર પ્રણિધાનને પણ એક સાધન માન્યું.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૨૩). મીમાંસાદર્શન :
સાંખ્ય અને યોગનું જ્ઞાન અત્યંત સૂક્ષ્મ અને જટિલ છે. તેનો લાભ બધા મનુષ્યો લઈ શકે તેમ નહોતા. આ કારણોથી સાંખ્યદર્શન કરતાં પણ પ્રાચીન એવા બ્રાહ્મણ ગ્રંથોમાંથી એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org