________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૮૩
વિજ્ઞાનભિક્ષુએ અનેક પ્રમાણો આપી સિદ્ધ કર્યું છે કે પરમાર્થ દૃષ્ટિએ સાંખ્ય ઈશ્વરવાદી છે અને અભ્યપગમવાદની રીતે નિરીશ્વરવાદી છે.
આનંદશંકર પણ સાંખ્યને ઈશ્વરવાદી ગણે છે. પરંતુ તે માટે વિજ્ઞાનભિક્ષુએ કરેલા પ્રયત્નને તે કૃત્રિમ ગણે છે. કારણકે સાંખ્ય ભાષ્યકાર વિજ્ઞાનભિક્ષુએ - સાંખ્ય ઈશ્વરવાદી છે તે ઐતિહાસિક સત્યને પુરવાર કરવા માટે સાંખ્યશાસ્ત્રનાં બે સ્વરૂપ કપ્યાં છે, જે બરાબર નથી. આની સ્પષ્ટતા કરતાં આનંદશંકર લખે છે : “ઈતિહાસના જ્ઞાનના અભાવે વિજ્ઞાનભિક્ષુએ સાંખ્યશાસ્ત્રના બે યુગ પાડવા જોઈએ તેને બદલે ‘વ્યવહારિક” અને “પારમાર્થિક’ – ‘અભ્યપગમવાદ” અને “પરમાર્થવાદ” - એવાં સાંખ્ય શાસ્ત્રનાં બે સ્વરૂપ કહ્યાં છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૩૬૨).
સાંખ્યના ઉપર મુજબ બે સ્વરૂપ કલ્પવાના મૂળમાં ઐતિહાસિક સત્ય રહેલું છે અને તેમાંથી જ બે કપિલ થઈ ગયા તેવી માન્યતા જન્મી છે. વાસ્તવમાં સાંખ્યનાં આવાં બે સ્વરૂપો કલ્પવા તથ્યથી વેગળા છે એમ આનંદશંકર માને છે.
આમ, આનંદશંકર સાંખ્યને નિરીશ્વરવાદી ગણવાના વલણનો વિરોધ કરે છે. ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર પણ એવો જ મત ધરાવે છે. આનંદશંકર સાંખ્યશાસ્ત્રના ઈતિહાસમાં પ્રાચીન અને નવીન એવા બે યુગ માને છે. અને એમાંનો પૂર્વયુગ સેશ્વરવાદી અને ઉત્તરયુગ નિરીશ્વરવાદી હતો એમ કહે છે.
શ્વરસિદ્ધ (સાંખ્યપ્રવચનભાષ્ય : ૧-૯૨) એ સાંગસૂત્રનું તાત્પર્ય આ સંદર્ભમાં સમજાવતાં આનંદશંકર કહે છે: “ર્ફશ્વરસિદ્ધ” એ સાંગસૂત્રનું તાત્પર્ય ઈશ્વરનો પ્રતિષેધ કરવાનું નથી પણ ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી એટલું જ પ્રતિપાદન કરવાનું છે”. (ધર્મવિચાર - ૧, પૃ. ૩૬૪)પોતાની આ માન્યતાને સાંખ્ય પ્રવચન ભાષ્યનો આધાર છે એમ વિવિધ ઉદાહરણો આપી આનંદશંકર સિદ્ધ કરે છે.
યુરોપના બે મહાન તત્ત્વજ્ઞાનીઓ કાન્ટ અને સ્પેન્સરે, “ઈશ્વર નથી” અને “ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી’ એવાં બે વિધાનો વચ્ચે રહેલો તફાવત અજ્ઞેયવાદ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જ વિચારનો ઉપયોગ આનંદશંકર રાશિઃ સૂત્રને સમજાવતાં કરે છે કે “ઈશ્વર અજ્ઞેય છે'. આથી આનંદશંકર એ મત દર્શાવે છે કે સાંખ્ય નિરીશ્વરવાદી નથી.
“આપણા પ્રાચીન ગ્રંથોમાં જ્યાં જ્યાં સાંખ્યનું નિરૂપણ અને સાંખ્યના ઉલ્લેખ છે ત્યાં ત્યાં વિશેષ મનન કરતાં મને જણાયું કે પતંજલિનું સાંખ્ય સેશ્વરવાદી છે. એટલું જ નહિ પરંતુ કપિલના સાંખ્યમાં પણ એક દેશ સેશ્વરવાદનો છે અને તે નિરીશ્વરવાદ કરતાં જૂનો છે. અને આ જે નિરીશ્વરવાદ છે તે ઉપનિષદમાંથી અમુક ભ્રાંતિએ કરીને તેમજ કાળ બળને લીધે જન્મ પામ્યો છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૩૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org