________________
૮૨
નીચે મુજબનાં પ્રમાણો દ્વારા આનંદશંકર સિદ્ધ કરે છે :
(૧) કપિલમુનિ જે સાંપ્રદાયિક ઉક્તિ પ્રમાણે આદિ વિદ્વાનને નામે ઓળખાય છે તે સર્વાનુમતે સર્વદર્શનકારોમાં આદ્યદર્શનકાર છે. આમ છતાં ‘સાંખ્યસૂત્ર’ ઈશ્વરકૃષ્ણની ‘સાંખ્યકારિકા’ કરતાં પણ અર્વાચીન છે.
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
(૨) શંકરાચાર્ય સાંખ્યદર્શનનું અનેક સ્થળે ખંડન કરે છે. તેઓ કોઈ પણ ઠેકાણે ‘સાંખ્યસૂત્ર’ - કહેવાતા કપિલસૂત્રને ટાંકતા નથી.
(૩) સાંખ્યકારિકા ઉપર વાચસ્પતિ મિશ્રની ટીકા છે. એમાં પણ સાંખ્યસૂત્રનું અવતરણ નથી. (૪) સર્વદર્શન સંગ્રહના કર્તાએ (ઈ.સ. ૧૩૫૦) પણ સાંખ્યદર્શનના નિરૂપણમાં ‘કપિલસૂત્ર’નો ઉપયોગ કર્યો નથી.
આ રીતે ઐતિહાસિક પુરાવા આપી આનંદશંકર સિદ્ધ કરે છે કે સાંખ્યદર્શનની ઉત્પત્તિ વખતે અન્ય સર્વદર્શનો હયાત હતાં એ વિચાર અયોગ્ય છે.
હિંદુ ધર્મમાં એક વખતે સાંખ્ય ખૂબ જ માનીતું દર્શન હતું. મહાભારત અને પુરાણો વગેરેમાં સાંખ્યનો ઉપદેશ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ દર્શનના મુખ્ય સિદ્ધાંતો નીચે પ્રમાણે છે :
★
★
સંસારમાં અનુભવાતા દુ:ખોનું કારણ પ્રકૃતિ અને પુરુષ એવા બે પરસ્પરથી સ્વતંત્ર તત્ત્વોની ભેળસેળ છે.
પુરુષ ચેતન છતાં અક્રિયાશીલ છે, જ્યારે પ્રકૃતિ અચેતન છતાં ક્રિયાશીલ છે. પુરુષ પ્રકૃતિની ક્રિયાઓને પોતાની માની લે છે અને દુઃખોમાં ફસાય છે.
પ્રકૃતિ અને પુરુષ જુદા છે-એવું જ્ઞાન-‘વિવેકખ્યાતિ' તે મોક્ષનું સાધન છે.
પ્રકૃતિ ત્રિગુણાત્મક છે જે સુખ-દુઃખ અને મોહ ઉપજાવે છે.
પ્રકૃતિ પોતાની મેળે જ વિકાર પામતી હોવાથી આ દર્શન ઈશ્વરમાં માનતું નથી. (પ્રકૃતિ સ્વયં વિકાર પામતી હોવાથી સ્વતંત્ર સૃષ્ટિકર્તા તરીકે સાંખ્યને ઈશ્વરની જરૂર પડી નથી.)
સાંખ્યના ઉપર્યુક્ત સિદ્ધાંતો આનંદશંકરને માન્ય છે. પરંતુ મૂળ સાંખ્યદર્શન નિરીશ્વરવાદી ન હતું, એમ વિવિધ પ્રમાણો દ્વારા આનંદશંકર સિદ્ધ કરે છે. કેટલાક ભારતીય વિદ્વાનો અને યુરોપિયન ચિંતકો સાંખ્યશાસ્રને ‘નિરીશ્વરવાદી’ કહે છે. સાંખ્ય ભાષ્યકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org