________________
દાર્શનિક ચિંતનવિશ્વ
તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા વગેરેવાળું બાહ્ય અને આંતર જગત કેવી રીતે આવિર્ભાવ પામે છે તે બતાવ્યું છે અને આ સકળ પ્રકૃતિની શૃંખલાથી પુરુષ કેવો અલિપ્ત છે તે પણ બતાવ્યું. જુદાં જુદાં તત્ત્વોની સંખ્યા ગણાવતું હોવાથી અથવા કેટલાક વિદ્વાનો સારી ‘ખ્યા’ - કહેતાં બુદ્ધિવિવેક બુદ્ધિ સુઝાડી તેથી આ દર્શનનું નામ ‘સાંખ્યદર્શન’ છે.
-
સાંખ્યદર્શનને આનંદશંકર પ્રથમ દર્શન ગણે છે. ‘આદિવિદ્વાન' કપિલ તેના રચિયતા છે. કપિલમુનિના સમય વિશે કંઈ કહી શકાતું નથી પરંતુ વેદ અને ઉપનિષદમાં સાંખ્યદર્શનના મૂળભૂત તત્ત્વો જોવા મળે છે. તેથી સિદ્ધ થાય છે કે તે અતિપ્રાચીન દર્શન છે.
૮૧
સાંખ્યસૂત્રને જો મૂળભૂત માનવામાં આવે તો ક્ષણિકવિજ્ઞાનવાદ, ષપદાર્થવાદ, ષોડશપદાર્થવાદનો સ્વીકાર કરવો પડે. પરંતુ સાંખ્ય સંપ્રદાય અનુસાર કપિલમુનિ (સાંખ્યાચાર્ય) બ્રહ્માની એક જ પેઢી દૂર અને કર્દમ પ્રજાપતિના પુત્ર છે. મહાભારતમાં કપિલમુનિને ‘સાંખ્યશાસ્ત્રવિષારદ’‘બ્રહ્માના માનસપુત્ર’ કહ્યા છે. આ સંદર્ભમાં સાંખ્યસૂત્રને મૂળભૂત માનતા આપણે બૌદ્ધ ક્ષણિક વિજ્ઞાનવાદ પછી તેને મૂકવા પડે, જે સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે અયોગ્ય ઠરે છે. આ રીતે તેનું પ્રસ્થાપન કરતાં સાંખ્યદર્શનને આપણે બૌદ્ધ ક્ષણિકવાદ પછી મૂકવું પડે અને આમ થવાથી આનંદશંકરના મતે -
-
“આપણા પ્રાચીન ગ્રંથોના ઐતિહાસિક ક્રમમાં કેટલો વિપ્લવ થઈ જાય છે.' ઐતિહાસિક રીતે સાંખ્યદર્શનનો યોગ્ય ક્રમ દર્શાવતાં આનંદશંકર જણાવે છે કે ‘તત્ત્વસમાસ’ સંક્ષિપ્ત સાંખ્યદર્શન છે. એનું જ ‘ષડ્થાયી’ (કપિલસૂત્ર) અને યોગદર્શનમાં થયેલો વિસ્તાર જેને ‘પ્ર + વચન’ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય. આ બે સાંખ્ય પ્રવચનમાં એક ષડ્યાયીમાં નિરૂપિત સાંખ્ય અને યોગદર્શનમાં નિરૂપિત સાંખ્ય વચ્ચે ફેર એટલો જ છે કે ષડ્થાયી, તત્ત્વસમાસમાં કહેલા પદાર્થોનો વિસ્તારમાત્ર છે. જ્યારે યોગદર્શનમાં તત્ત્વસમાસમાં થયેલ ઈશ્વરનિષેધને દૂર કરવામાં આવ્યો છે. આમ ‘તત્ત્વસમાસ’ પછી ષડ્થાયી (કપિલસૂત્ર) તથા યોગદર્શન એ મૂળ સંક્ષેપનો વિસ્તાર હોવાથી તેને સાંખ્ય પ્રવચન કહેવામાં આવે છે.
આમ બધાં દર્શનો એકી સાથે અને એકી સમયે ઊભાં થયાં છે એ મતને દર્શનના પોતાના સાંપ્રદાયિક ઈતિહાસનું સમર્થન નથી. સાથે સાથે સામાન્ય દૃષ્ટિથી પણ એ વાત સમજી શકાય છે કે સર્વદર્શનો સાથે સાથે પ્રચલિત હોય તેટલા ઉપરથી એકી વખતે તેનો ઉદ્ભવ થયો છે એ વાત તર્કસંગત નથી. હકીકત તો એ છે કે કોઈપણ સ્થળે બધાં તત્ત્વજ્ઞાન એકી વખતે જન્મ્યાં હોય એવું જ્ઞાત નથી.
વળી ‘સાંખ્યસૂત્ર’ નામે અત્યારે જે ગ્રંથ પ્રચલિત છે તે સાંખ્યાચાર્ય કપિલનો નથી એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org