________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ થયા. તે સમયને આનંદશંકર દર્શનોની ઉત્પત્તિનો સમય માને છે. દર્શન એટલે જોવાનું સાધન. ખાસ વેદના સત્યો જોવા માટે બ્રાહ્મણ શાસ્ત્રકારોએ જુદાં જુદાં છ શાસ્ત્રો સૂત્ર આકારે રચ્યાં છે. એ ‘ષગ્દર્શન’ કહેવાય છે. ષડ્ગર્શનની રચનાના ઉદ્દેશની સ્પષ્ટતા કરતાં આનંદશંકર કહે છે : બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથોમાં કર્મ અને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો છે એમાં કાંઈ પરસ્પર વિરુદ્ધ જેવું દેખાય, કાંઈ ન સમજાય એવું હોય ઈત્યાદિ સઘળું બંધબેસતું અને સમજાય એવું કરવા માટે આ દર્શનો રચાયાં છે.” (ધર્મવિચાર-૨, પૃ.૧૪૮)
८०
આ રીતે દર્શનોની ઉત્પત્તિ બતાવી આનંદશંકર તેમાં રહેલી તત્ત્વવિચારની વિકાસપ્રક્રિયા બતાવતાં વેદનો સંદર્ભ આપે છે. જ્ઞાનમાત્રનો ભંડાર ‘મંત્ર’ યા ‘સંહિતા' એ સર્વમાં સૂત્ર સ્થાને છે - હાર્દ રૂપે છે. તે એક જ અદ્વિતીય વાણી છે, જે આખા જનસમાજની જુદી જુદી આધ્યાત્મિક ભાવનાઓને તૃપ્ત કરે છે. બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એ સૂત્રના હાર્દને સ્પષ્ટ કરનાર ભાષ્યરૂપ છે.
અદ્વિતીય જ્ઞાન વેદનો સાર ઉપનિષદનાં કેટલાક મહાવાક્યોમાં સમાયેલો છે. જે મહાવાક્યો નીચે પ્રમાણે છે :
જીવ પરમાત્મા છે, જગત પણ પરમાત્મા છે, છતાં પરમાત્મા ઉભય થકી અધિક છે - છતાં કેવલ અદ્વિતીય છે.
પરમાત્મા સિવાય બીજું કાંઈ જ નથી.
એ પરમસત્ય અજ્ઞાનથી ઢંકાયેલું છે.
એ અજ્ઞાન એ જ દુઃખ, એ જ પાપ, એ જ અશુદ્ધિ.
અજ્ઞાનથી પાર જવું એ જ આનંદ, એ જ પરમ કર્તવ્ય, એ જ વિશુદ્ધિ.
ઉપનિષદોએ એમ સિદ્ધાંત કર્યો કે ખરી વસ્તુ અજ્ઞાનને લીધે મનુષ્યને જણાતી નથી માટે જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે પ્રશ્ન એ થાય કે અજ્ઞાન જે સર્વ અનર્થનું મૂળ છે તે કેવી રીતે દૂર કરવું ? અહીં આનંદશંકર કહે છે : “આ પ્રશ્ન ઉપર મનન કરતાં આદિ વિદ્વાન કપિલમુનિને જણાયું કે, દેહ અને આત્મા - ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ - એ બે પદાર્થો, વસ્તુતઃ ભિન્ન છે, તેમને સેળભેળ કરી નાખવાથી, અર્થાત્ એમની વાસ્તવિક જુદાઈ ન સમજવાથી, સર્વ દોષ ઉત્પન્ન થાય છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૨૨)
Jain Education International
સર્વ દોષોનું કારણ ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’નો અવિવેક છે. તેથી તેમના સ્વરૂપ સમજી તેમની વચ્ચે વિવેક કરવો એટલે કે એકનું વિકારીત્વ અને બીજાનું સર્વવિકારરહિતત્વ ગ્રહી લેવું એ કપિલના દર્શનનો માર્ગ છે એમ આનંદશંકર માને છે. કપિલે મૂલ અવ્યક્ત પ્રકૃતિમાંથી મહત્
For Personal & Private Use Only
www.jainelibrary.org