________________
દાર્શનિક ચિંતનવિશ્વ
આધારો આપણને પ્રાપ્ત થયા છે તેને ધ્યાનમાં લઈ આપણા તત્ત્વજ્ઞાનના છૂટાછવાયા અંશોની સંકલના કરવાનો અસરકારક પ્રયત્ન કરવો જોઈએ. તેમના મતે : “વર્તમાન સમયમાં જગતના બીજા દેશોથી આપણા દેશને જુદું ધોરણ લાગુ પાડી શકાય એમ નથી અને જે ઐતિહાસિક પદ્ધતિએ અન્ય દેશના મહાપુરુષો અને એમની કૃતિઓ વિશે વિચાર કરવામાં આવે છે, તે જ પદ્ધતિ આપણા દેશને માટે પણ સ્વતઃ સિદ્ધ રીતે લાગુ પડે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૪૯,૩૫૦) દર્શનોની ઉત્પત્તિ એકકાલાવચ્છેદ છે કે ક્રમિક છે ? :
,,
સૂત્ર અને દર્શનનો ભેદ ન જાણી શકનારા કેટલાક સર્વ દર્શનોને એકકાલાવચ્છેદ ગણે છે. આની સામે આનંદશંકર ષગ્દર્શનોની ક્રમિક ઉત્પત્તિ અંગે ઐતિહાસિક પદ્ધતિએ વિચાર કરે છે.
૭૯
તત્ત્વજ્ઞાન તે સામાન્ય આકારનું, દર્શન તે વ્યવસ્થિત તત્ત્વજ્ઞાન અને સૂત્ર તે દર્શનના સિદ્ધાંતને પ્રતિપાદન કરનારાં ટૂંકા વાક્યો આવો ભેદ સ્પષ્ટ કરી આનંદશંકર જણાવે છે કે દર્શનો કરતાં પણ દર્શનોનું તત્ત્વજ્ઞાન તેનો વિચાર વધુ પ્રાચીન છે. દર્શનોના સૂત્રોથી તે તે દર્શનનો આરંભ થયો મનાય છે, પણ વસ્તુતઃ એ સૂત્રો કરતાં પણ એ દર્શનોનું તત્ત્વજ્ઞાન વધારે પ્રાચીન છે. - એ તત્ત્વજ્ઞાનને જ સૂત્રરૂપે વ્યવસ્થિત અને વિચાર બદ્ધ કરવામાં આવ્યું છે.
જગતના કોઈ પણ સ્થળે બધાં તત્ત્વજ્ઞાન એકી વખતે જન્મ્યાં હોય એમ બનેલું નથી બધાં દર્શનો સાથે સાથે પ્રચલિત છે તેથી એકી સમયે જ ઉદ્ભવ્યા છે એમ કહી શકાય નહીં. જો કે આ ક્રમની ચર્ચા કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે કે કોઈપણ દર્શન પૂર્વનાં બધાં દર્શનોના વૈચારિક સંબંધનો આત્યંતિક લોપ કરીને પ્રવર્ત્ય હોય એમ બનતું નથી.
આમ, આપણા દર્શનોનું સ્વરૂપ જોતાં આપણાં દર્શનોને એકી વખતે ઉત્પન્ન થયેલાં માનવાં એ દૃષ્ટિ અશાસ્ત્રીય (unscientific) છે. આથી દર્શનોના ઐતિહાસિક કાલક્રમની રચના કરી, તેમાં રહેલી વૈચારિક સંગતિ સ્પષ્ટ કરી આનંદશંકરે ભારતીય તત્ત્વજ્ઞાનનો આરંભ શ્રુતિના સમીપથી શરૂ થઈ, શ્રુતિથી દૂર જઈ, ફરી શ્રુતિ પાસે તત્ત્વચિંતન આવીને ઠર્યું. અને એમ બે સાંખ્ય, બે ન્યાય અને બે મીમાંસાના સ્વરૂપ અને ક્રમનું નિરૂપણ કર્યું છે. ષગ્દર્શનનો ઉદ્ભવ અને તેમાં રહેલી તત્ત્વવિચારની વિકાસ પ્રક્રિયા :
સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એ ‘શ્રુતિ’ ગણાય છે. તેમાં રહેલાં સત્યો ઋષિઓએ પરમાત્મા પાસેથી સાક્ષાત્ શ્રવણ કરેલાં છે. ગુરુપંરપરાથી આ સત્યો પેઢી દર પેઢી ચાલ્યાં, પરંતુ આ સત્યોને શ્રવણની ભૂમિકામાંથી દર્શનની ભૂમિકામાં ઉતારવા માટે જુદા જુદા માર્ગો શોધવા પડ્યા અને એ રીતે ષદર્શનનો ઉદ્ભવ થયેલો છે.
સંસ્કૃત કાળના પૂર્વાર્ધમાં એટલે કે વૈદિકયુગ પછી ઈ.સ. પૂર્વે ૬૦૦ના અરસામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org