________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું સાંખનું સ્વરૂપ યથાર્થ છે એમ સાંખ્યને નિરીશ્વર
વાદી માનનારા સ્વીકારી શકે નહિ. - વિજ્ઞાનભિક્ષુએ વેદાંતનું જે સ્વરૂપ બતાવ્યું છે તે પણ શાંકરવેદાંતથી ભિન્ન
છે જેને શંકરમતાનુયાયી સ્વીકારશે નહિ. વસ્તુતઃ ઉપનિષદ વાક્યો જોતાં વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું પ્રાચીન વેદાંતનું
સ્વરૂપ યથાર્થ નથી. (૨) મધુસૂદન સરસ્વતીએ દર્શનોના અવિરોધાંશને લઈને સર્વને એક વિચાર ઘટનામાં
જોડ્યા છે. આથી પ્રાચીન દર્શનનો આપણે મોક્ષ સાધનામાં શો ઉપયોગ કરવો એ સંબંધી સારી સૂચના મળે છે. આમ છતાં તે તે અંશને એકલો લેતાં એમાં જે જે અપૂર્ણતા રહે છે તેને અન્ય અન્ય દર્શને ઈતિહાસક્રમમાં કેવી રીતે પૂરી પાડી છે. એ સંબંધી જ્ઞાન તો ઈતિહાસના દીપ વિના મળવું અશક્ય છે. વળી, “પ્રયોજન' શબ્દ વાપરીને મધુસૂદન સરસ્વતીએ તે તે દર્શનની મોક્ષ સાધનામાં વ્યવહારુ ઉપયોગિતા (Practical usefulness) શી છે એ બતાવવાનો જ ઉદ્દેશ રાખ્યો છે. વસ્તુતઃ તે દર્શનની ઉત્પત્તિનો કે વિકાસનો વિચાર (genesis)એમના નિરૂપણનો હેતુ નથી. એ નિરૂપણ ઐતિહાસિક સાધનને અભાવે એમનાથી બની શકે એમ હતું પણ નહિ. (ધર્મવિચાર-૧, પૃ.૩૪૭) અન્નભટ્ટે કરેલી સંગતિ વિષે આનંદશંકર કહે છે કે, તેમાં પણ મોક્ષના સાધન અંગે ન્યાયદર્શનની ઉપયોગિતા અને યોગદર્શન તેમાં કેવી રીતે મદદરૂપ થાય તે જ જણાવ્યું છે-એ દર્શનોની ઉત્પત્તિનો વિચાર અન્નભટ્ટે કરેલો નથી.
આ ત્રણેય સંગતિઓ વિચારઘટના (Logical) ની છે એમ આનંદશંકર માને છે અને તેની રચનાનો ઉદેશ દર્શનોના જ્ઞાનને આપણા શ્રેય સાધનામાં કેવી રીતે ઉપયોગમાં લેવું તેવો વ્યવહારુ ઉદ્દેશ (Practical end) જ છે. આવી તાર્કિક સંગતિથી ઐતિહાસિક કાલક્રમ અંગે (મૂળની ઉત્પત્તિના પ્રશ્ન અંગે) કશું જ આધારભૂત જાણવા મળતું નથી. તેથી પૂર્વજોની આ સંગતિની મદદથી આનંદશંકર ઐતિહાસિક કાલક્રમના નિર્ણય અંગે પ્રયત્ન કરવાની અનિવાર્યતા દર્શાવે છે. તેઓ કહે છે :
“હિંદના તત્ત્વજ્ઞાનનું ચિંતન કરનાર દરેક અભ્યાસીની ફરજ છે કે જે પદ્ધતિએ થેલ્સ અને સોક્રેટીસથી માંડી ડાર્વિન અને સ્પેન્સર વગેરે સુધી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સંકલના થઈ છે તે જ પદ્ધતિએ આપણા દેશના તત્ત્વજ્ઞાનની પણ સંકલના કરવી જોઈએ.”(ધર્મવિચાર-૧, પૃ.૩૪૮)
આમ, ઐતિહાસિક આધારોના અભાવે આપણે ઘણું ગુમાવ્યું છે. હવે તેમાંથી કેટલાક
(ર)
4
.5
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org