________________
દાર્શનિક ચિંતનવિશ્વ
* સાંખ્યદર્શન અને બ્રહ્મમીમાંસાની સંગતિ :
સાંખ્ય સૂત્રકારને ઈશ્વરવાદ અગ્રાહ્ય નથી. પુરુષો અનેક છે છતાં વેદાંતમાં એમની એકતા પ્રતિપાદન કરી છે તે એમના સામ્ય પરત્વે લેવાની છે, પ્રકૃતિ તે જ માયા છે અને એનું મિથ્યાત્વ અમુક રીતે જ સમજવાનું છે.
(૨) પ્રસ્થાનઃમેલ માં મધુસૂદન સરસ્વતીએ કરેલી સંગતિ :
૭૭
એમાં પ્રત્યેક દર્શનનું પ્રયોજન બતાવી (છેવટે સર્વ દર્શનનું પ્રયોજન બતાવી) અંતે સર્વદર્શનોનું તાત્પર્ય વિવર્તવાદ મુખે અદ્વિતીય પરમાત્માનું પ્રતિપાદન કરવાનું છે એમ જણાવ્યું છે. આ સંદર્ભમાં મધુસૂદન સરસ્વતીને ટાંકી આનંદશંકર જણાવે છે : “સર્વ માર્ગ રચનાર મુનિઓનું તાત્પર્ય વિવર્તવાદમાં પર્યવસાન પામી-અદ્વિતીય પરમેશ્વરનું પ્રતિપાદન કરવાનું છે. એ મુનિઓ ભ્રાંત ન હતા; કારણકે તેઓ સર્વજ્ઞ હતા. પણ બહિર્વિષય તરફ જેઓનું મન લાગેલું છે તેમનો સહેલાઈથી પુરુષાર્થ (૫૨મ પુરુષાર્થ)માં પ્રવેશ થઈ શકતો નથી - તેથી તેઓને નાસ્તિક થઈ જતા અટકાવવા માટે (તત્ત્વના) જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. ઉપર કહેલા અદ્વિતીય બ્રહ્મવાદમાં તેઓનું તાત્પર્ય છે એ ન સમજીને વેદી જે બાબતો વિરુદ્ધ છે તેમાં પણ તેઓનું તાત્પર્ય માનીને, લોકો વેદ વિરુદ્ધ મત (મતભાગ)ને પણ ગ્રહણ કરવા યોગ્ય માને છે - અને એવી રીતે અનેક માર્ગે ચઢે છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૩૪૬)
(૩) તસંગ્રહ – રીપિા ને અંતે અસંભટ્ટે કરેલી સંગતિ :
“ન્યાયના પદાર્થોના જ્ઞાનનું પરમ પ્રયોજન મોક્ષ છે. નિદિધ્યાસનની યોગ ક્રિયા દ્વારા દેહથી વિલક્ષણ એવા આત્માનો સાક્ષાત્કાર થાય છે. એ થતાં મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. તેથી દોષ રહેતા નથી અને દોષ ન રહ્યા, એટલે પ્રવૃત્તિ નહિ, અને પ્રવૃત્તિ નહિ એટલે ધર્મઅધર્મ નહિ, અને એ નહિ એટલે પુનર્જન્મ નહિ, અને પૂર્વના ધર્મ-અધર્મનો ચાલુ જન્મમાં અનુભવથી નાશ થયો એટલે છેવટના દુઃખધ્વંસરૂપી મોક્ષ સિદ્ધ થયો.” (ધર્મવિચાર-૧, પૃ.૩૪૬)
આમ, વિજ્ઞાનભિક્ષુ, મધુસૂદન સરસ્વતી અને અશંભટ્ટે આવી વિવિધ દાર્શનિક વિચારોની સંગતિ રચવાનો પ્રયત્ન કર્યો છે. આનંદશંકર નીરક્ષીર ન્યાયે આ ત્રણે સંગતિઓને તપાસે છે.
(૧) વિજ્ઞાનભિક્ષુએ ન્યાય-વૈશેષિક અને સાંખ્યનો અવિરોધ સ્થાપ્યો એનો સાર એટલો જ ગ્રહણ કરવાનો છે કે મોક્ષ પ્રાપ્તિના સાધનોમાં વૈરાગ્યાદિ જે સાધન આચરવાનાં છે, તેમાં ન્યાય વૈશેષિક અને સાંખ્ય સર્વને અવકાશ છે. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org