________________
૭૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આવેલી છે. પછીથી સમય જતાં ગુરુ-શિષ્ય પરંપરા લુપ્ત થતાં તેમજ ઈતિહાસના પુસ્તકોના અભાવે આ પદ્ધતિનો ઉપયોગ બંધ થયેલો છે. પરંતુ અત્યારે આપણા પ્રાચીન શાસ્ત્રોના સમયનું અને તેમના પરસ્પર સંબંધનું જ્ઞાન આપણને વધુ સારી રીતે પ્રાપ્ત થયું છે તેનો ઉપયોગ કરી ફરીથી આ પદ્ધતિને જીવિત કરવાની અનિવાર્યતા છે.
ઐતિહાસિક સાધનોના અભાવે આપણા પૂર્વજો વિવિધ દર્શનોની સંગતિ એમના અવિરોધી અંશોને તારવી બતાવતાં હતાં. આનંદશંકર આ અવિરોધ તારવવાની પદ્ધતિને ઐતિહાસિક પદ્ધતિથી અલગ ગણે છે. આવો અવિરોધ સ્થાપવાનો પ્રયત્ન કરનારા ત્રણ ગ્રંથોનું આનંદશંકરે અવલોકન કર્યું છે. (૧) સાંધ્યપ્રવનમાણ માં વિજ્ઞાનભિક્ષુએ કરેલી સંગતિ :
સાંધ્યપ્રવવનમાષ્ય માં વિજ્ઞાનભિક્ષુએ કપિલમુનિના સાંખ્યનો ન્યાય-વૈશેષિક અને બ્રહ્મમીમાંસા સાથે અવિરોધ સ્થાપ્યો છે.
ન્યાય-વૈશેષિક સાથે સાંખ્યદર્શનનો અવિરોધ. પૂર્વપક્ષ :
પુરુષાર્થ, પુરુષાર્થનું સાધન, જ્ઞાન અને જ્ઞાનનો વિષય આત્મસ્વરૂપ વગેરે વિષયોમાં ન્યાય-વૈશેષિક દર્શનોએ યુક્તિ બતાવી છે – એટલે સાંખ્યદર્શનનું કોઈ પ્રયોજન રહેતું નથી. કારણકે ન્યાય-વૈશેષિક આત્માને સાધનારી યુક્તિઓ આપી આત્માને સગુણ ઠરાવે છે, જયારે સાંખ્યદર્શન તેને નિર્ગુણ ઠરાવે છે. આમ તેઓમાં પરસ્પર વિરોધ રહેલો છે. તેથી બંને પક્ષનું પ્રામાણ્ય અશક્ય થઈ પડે છે.
ઉત્તરપક્ષ : ઉપર મુજબ પૂર્વપક્ષ સ્થાપી બંનેનો અવિરોધ સ્થાપતાં વિજ્ઞાનભિક્ષુ ઉત્તરપક્ષમાં કહે છે કે,
- “એમ ન કહેશો. ન્યાયશાસ્ત્ર યુક્તિ બતાવી છે એટલે સાંખ્યશાસ્ત્ર નિપ્રયોજન છે, કે તેઓનો પરસ્પર વિરોધ છે – એમ નથી. ન્યાયશાસ્ત્ર લૌકિક અનુભવોને આધારે માત્ર દેહ અને આત્માનો વિવેક સાધે છે. એ રીતે એ વ્યવહારિક (ઊતરતું) પ્રકારનું તત્ત્વજ્ઞાન બને છે.
“तदीयमपि ज्ञानमपरवैराग्यद्वारा परम्परया मोक्षसाधनं भवत्येवेति तज्ज्ञानपेक्षयाऽपि च सांख्यज्ञानमेव पारमार्थिकं परवैराग्यद्वारा साक्षान्मोक्षसाधनं च भवति ।" ।
એ ન્યાય-વૈશેષિકનું જ્ઞાન પણ અપર (ઊતરતા) વૈરાગ્ય દ્વારા પરંપરાએ મોક્ષનું સાધન બને છે. પણ એ જ્ઞાન સાથે સરખાવતાં સાંખ્યજ્ઞાન જ પારમાર્થિક છે. અને પર (ચઢિયાતા) વૈરાગ્ય એ મોક્ષનું સાધન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org