________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૭પ
ભગવદ્ગીતામાં નિરૂપાયો છે એમ આનંદશંકરનો મત છે. તેઓ કહે છે : “કોઈ પણ સત્ય અખંડરૂપમાં મૂકવું એ મનુષ્યવાણી માટે કઠિન – લગભગ અશક્ય છે અને તેથી આ ગીતા તે ભગવદ્વાણી મનાય એમાં આશ્ચર્ય નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૬૦)
આમ છતાં આચાર્ય શ્રી આનંદશંકર ગીતાના તાત્પર્યને ભાષ્યથી નિરૂપી શકાય એવું માનતા જ નથી. શ્રીમદ્ભગવદ્ગીતાનું તાત્પર્ય એના સમગ્ર રૂપમાં મનવાણીને અગોચર છે. તેનું સ્વરૂપ પરમાત્માની પેઠે કેવળ અનુભવ ગોચર છે, તર્ક કે વાણી અને નિરૂપી શકતી નથી. ટૂંકમાં ગીતા એ અનુભવ કે અનુભૂતિનો જ વિષય છે.
(૩) ષડ્રદર્શનની સંકલના શાસ્ત્રચિંતન', “ષડ્રદર્શનની સંકલના” અને બીજા કેટલાક લેખોમાં આનંદશંકરે ભારતીય દર્શનનો ઐતિહાસિક કાલક્રમ નિર્ધારણ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક સંગતિ રચી તેને એક અખંડ ધારા રૂપે નિરૂપી શકાય તેમ છે. ભારતીય દર્શનોમાં વિચાર પ્રવાહની એક અખંડ ધારા વહે છે, જે શંકરાચાર્યના “કેવલાદ્વૈત'માં વિરમે છે – એવો આનંદશંકરનો નિર્ણય છે. તત્ત્વદર્શનની સંગતિ :
પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની જેમ કોઈ કલ્પિત ચોકઠામાં નહિ, પણ વિચાર પરંપરાને અનુલક્ષીને આપણા તત્ત્વદર્શનની પરસ્પર સંગતિ રચતાં પહેલાં આનંદશંકર શાસ્ત્રોની પરસ્પર સંગતિ રચવાની તાર્કિક અને ઐતિહાસિક પદ્ધતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.
(૧) તાર્કિક પદ્ધતિ : Logical Method Logical Method નો અર્થ પ્રમાણ સિદ્ધ છે એમ નહિ પણ વિચારની સંકલના યાને ઘટનામાં ઊતરી શકે એવું. (૨) ઐતિહાસિક પદ્ધતિ : Historical Method
ઐતિહાસિક પદ્ધતિ તે Logical થી ભિન્ન એટલે કે logical'પ્રમાણ વિરુદ્ધ છે એમ નહિ, પણ વિચાર સંગતિ (consistency in thought)ને બદલે જે કાલિક વસ્તુસ્થિતિને આધારે ચાલે છે તે. આ ઐતિહાસિક પદ્ધતિ પ્રમાણ મર્યાદાની બહાર નથી. સર્વ પ્રમાણમાં આ પદ્ધતિનો સમાવેશ થાય છે.
આમ, બંને પરસ્પર વિરોધી નથી. તાર્કિક પદ્ધતિથી ઈતિહાસને નિરૂપી શકાય છે. તેમજ ઐતિહાસિક પદ્ધતિમાં તાર્કિકતા હોવી જ જોઈએ.
વાસ્તવિક કાલનિર્ણય પર રચાયેલી આ પદ્ધતિ આપણે ત્યાં પ્રાચીનકાળથી ચાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org