________________
૭૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
લગી પહોંચતી ભક્તિની રેખાને સૌથી ટૂંકી દર્શાવી છે. - અહીં ભક્તિ તરફનો તેમનો વિશેષ પ્રેમ પ્રકટ થાય છે. જો કે આ દૃષ્ટાંતની મર્યાદા બતાવતાં આનંદશંકર કહે છે કે,
જ્ઞાન, કર્મ અને ભક્તિ જે એક જ આત્માની Intellect or understanding, will and emotion એ ત્રણ વૃત્તિનાં સ્વરૂપ છે. - એ આ લીટીઓની માફક સર્વથા એકબીજાથી અલગ હોતાં નથી. તેમાં પણ જ્યારે એમને પરમાત્મા પ્રતિ લગાડવામાં આવે છે (વા), ત્યારે પ્રાપ્ય વસ્તુ એક હોઈ, એમની એકતા પણ એમની મેળે જ ફલિત થાય છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૬૪૨)
પરમાત્મા સાથેના યોગ સાધવાના સાધનોનો આનંદશંકર સુંદર સમન્વય કરી આપે છે. જગતનાં સઘળા મનુષ્યો સમાન રુચિ અને સમાન શક્તિવાળા હોતા નથી. તેઓએ પોતાનાં સ્વાભાવિક વલણ અનુસાર (જ્ઞાન, કર્મ કે ભક્તિ અનુસાર) પોતાનું સાધન પસંદ કરવાનું છે. પણ જેમ સ્વાભાવિક વલણ જોવાનું છે તેમ પ્રત્યેક વ્યક્તિએ પોતપોતામાં જેની ઊણપ હોય તે પૂરવા માટે બીજાં સાધનોનું સેવન કરતા રહેવાનું છે. (ધર્મવિચાર-૧, પૃ. ૬૪૩) અનાસક્તિયોગ :
જ્ઞાન, કર્મ અને ભક્તિને લૌકિક વિષયોથી પર લઈ જઈને પરમાત્મા સાથે જોડવામાં આવે છે ત્યારે અનુક્રમે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ બને છે. આમાં ગાંધીજીએ “અનાસક્તિયોગ” ઉમેર્યો છે. આનંદશંકર “અનાસક્તિયોગને વસ્તુતઃ પૂર્વોક્ત ત્રણેય યોગનું અંતર્ગત રૂપ માને છે. એટલે કે ત્રણે યોગ એના વિના સિદ્ધ થતા નથી. પૂર્વોક્ત રીતે વિષયમાંથી વૃત્તિઓને અળગી કરવી અથવા તો વધારે ચોક્કસ ભાષામાં બોલીએ તો એમાં રાખીને પણ એથી અલગ રાખવી એનું નામ “અનાસક્તિયોગ'. (ધર્મવિચાર-૧, પૃ. ૪૬૫)
- આ ઉપરાંત “અનાસક્તિયોગ' નામે એક લેખમાં “અનાસક્તિ' એક સાધન છે કે સાધ્ય છે ? એવા પ્રશ્નના સંદર્ભમાં આનંદશંકર કહે છે કે “ આ પ્રશ્નનો ઉત્તર ગીતામાં સાંખ્યને એક યોગ” એટલે કે જીવાત્માને પરમાત્મા સાથે જોડવાના સાધનરૂપે નિરૂપીને આપ્યો છે. એટલે કે, અનાસક્તિ એ જાતે “સાધ્ય નથી, પણ એ વડે કાંઈક બીજું જ સાધવાનું છે અને તે પરમાત્મા સાથે જીવાત્માનો સંબંધ. એ સંબંધ કાંઈ નવો સાધવાનો નથી, પણ છે જ તેને ફરી સચોટ રીતેએટલે કે અંતઃકરણમાં પ્રત્યક્ષ રીતે અનુભવવાનો છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૫૯) ભગવદ્ગીતાનું સર્વગ્રાહી મહાભ્ય:
ગીતામાં નિરૂપાયેલા સિદ્ધાંતો અલગ-અલગ રીતે બીજાં ઘણાં પુસ્તકોમાં મળી આવે છે. પણ ધર્મના સમગ્ર તત્ત્વને જે રીતે ગીતા સ્પષ્ટ કરે છે એવો સમગ્રલક્ષી અભિગમ બીજાં એક પણ ધર્મ પુસ્તકમાં જોવા મળતો નથી. જો કે અહીં છૂટા છૂટા ધર્મ સિદ્ધાંતોના સરવાળારૂપ ગીતાનું જ્ઞાન છે એમ આનંદશંકર કહેવા માગતા નથી, પણ ધર્મ પોતાના વ્યાપક સ્વરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org