________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૭૩
એટલું જ બસ નથી, પણ એ વિષાદ યોગ્ય વિભૂતિ સમક્ષ વ્યક્ત થાય છે એમાં એના વિષાદનું મહત્ત્વ છે. એ વિષાદ યોગરૂપ બનતો હોવાથી એનું હૃદય જ્ઞાન, ભક્તિ અને કર્મને સમજવા યોગ્ય બને છે.” (આનંદશંકર ધ્રુવની ધર્મભાવના, પૃ. ૯૩)
આમ, સ્વકર્તવ્ય સમજ્યા વગર પણ, વિજય-રાજ્ય-સુખ-સર્વ-પ્રકારના ભોગ- અરે! જીવિત પણ – પારકાના સુખાર્થે ત્યજવા તત્પર થયો છે તે જ ભગવદ્ગીતાના મહાન ઉપદેશનો અધિકારી છે. ગીતાના પ્રથમ અધ્યાયનો નીચેનો શ્લોક રહસ્યરૂપ છે.
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
fi નો રાજ્જૈન વિન્દ્ર લિંક મોૌ નવતેન વા ! (ભગવદ્ગીતા-૧-૩૨). (“મારે જયની ઇચ્છા નથી, રાજ્યની કે સુખની પણ નથી, હે ગોવિંદ, રાજ્ય કે ભોગ કે જીવિતનું આપણે શું કામ છે?”). ગીતા એક યોગશાસ્ત્ર :
ઉપનિષદમાંથી ખાસ પસંદ કરેલ બ્રહ્મવિદ્યાનું ગીતામાં નિરૂપણ છે. બ્રહ્મવિદ્યા કેવળ બ્રહ્મને નિરૂપે છે, પણ ગીતાનો ઉપદેશ વિષય કેવળ બ્રહ્મનિરૂપણ નથી, પણ એથી વિશેષ “કંઈક કરવું? શું કરવું?” એ છે. બ્રહ્મસ્વરૂપ નિરૂપણ એમાં અંગભૂત છે. કારણકે તેને લીધે જ કર્તવ્યતાનો નિર્ણય કરવામાં માર્ગદર્શન મળી રહે છે. આમ, ગીતામાં જ્ઞાનનો કર્મનો વિનિયોગ કરવામાં આવ્યો છે. ગીતા જ્ઞાનને કર્મમાં જોડવાનું શાસ્ત્ર છે અને એ કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપે જગતને મળેલું છે.
ગીતાના મૂળ તાત્પર્યને સ્પષ્ટ કરતાં આનંદશંકર ગીતાને “યોગશાસ્ત્ર' કહે છે. ગીતા માત્ર જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉપદેશ કરતી નથી પણ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ સમજાવે છે. આ યોગ એ જીવાત્માને પરમાત્મા સાથે જોડવાનું સાધન છે. જીવાત્માને પરમાત્મા સાથે જોડી આપે એવાં જ્ઞાન, ભક્તિ અને કર્મ કેવી રીતે આચરવા એની સમજ ગીતાનો મુખ્ય બોધ છે. ગીતાને એક યોગશાસ્ત્ર તરીકે સિદ્ધ કરવા આનંદશંકર એક ત્રિકોણની આકૃતિ દર્શાવે છે.
પરમાત્મા
જ્ઞાનયોગ
ભક્તિયોગ
કર્યોગ
જ્ઞાન ભક્તિ કર્મ આ આકૃતિમાં આનંદશંકરે ત્રિકોણના પાયામાં જ્ઞાન-ભક્તિ અને કર્મને મૂકીને પરમાત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org