________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
1
આ સંદર્ભમાં કૃષ્ણ અને અર્જુનના સંબંધ સ્વરૂપની ચર્ચા કરતાં આનંદશંકર કહે છે : “કૃષ્ણ અને અર્જુન નામાન્તરે નારાયણ અને નર - તે એકબીજાના પરમ સખા છે એમ મહાભારત અને ગીતા કહે છે તે, - દ્વા સુવાં સયુના સહ્વાયા સમાનું વૃક્ષ પરિષસ્વનાતે । વાળી ચા એ ઉપનિષદ વાક્યનો જ અનુવાદ છે. એટલે ગીતામાં પરમાત્મા શાસ્તા છે અને સામાન્ય મનુષ્ય - જે ઉત્તમ જ્ઞાની નથી અને અધમ વિષયી પણ નથી - એ શિષ્ય છે એ વાત યાદ રાખીને જ ગીતાનું તાત્પર્ય શોધવાનું છે. એવા મનુષ્યને કર્મ, ભક્તિ અને દ્વૈતના ઉપદેશનો જ અધિકાર છે. તેથી આ જાતનાં વાક્ય ભગવદ્ગીતામાં વિશેષ છે. પણ આ કરતાં જેનો અધિકાર વધારે ઉચ્ચ છે તેને માટે જ્ઞાન, શમ અને અદ્વૈતનો બોધ પણ કોઈ કોઈ સ્થળે સૂચવ્યો છે.” (ધર્મવિચાર-૨ પૃ. ૧૩૪)
૭૨
જીવમાત્ર મનુષ્યમાત્ર ગીતાના શ્રવણનો અધિકારી છે. એથી એ સમસ્ત મનુષ્યજાતિનું ધર્મ પુસ્તક ગણાવા યોગ્ય છે. મનુષ્ય સંબંધી ગીતાકારની કલ્પના જરા ઊંચી છે એવો આનંદશંકરનો મત છે.
મનુષ્ય દેવ નથી, તો તે પશુ પણ નથી. ગીતા ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશવામાં આવી નથી, તેમ દુઃશાસનની છાતી ફાડીને એનું રુધિર પીવાને ઉત્સુક એવા ક્ષણવાર નર પશુ બનવા તૈયાર થયેલા ભીમને પણ ઉપદેશી નથી. પણ એ ઉપદેશનો અધિકારી અર્જુન છે. ન યુધિષ્ઠિર ન ભીમ; અર્થાત્ સામાન્ય મનુષ્ય - નર- જે ધારે તો કામક્રોધાદિને વશ ન થતાં પોતાની જાતને બુદ્ધિ અનુસાર દોરી શકે - એ ગીતાના ઉપદેશનો અધિકારી છે. (ધર્મવિચાર-૧ પૃ. ૬૪૧)
એવો અધિકારી અર્જુન છે. તે ક્લીબ કે કાયર નથી પણ એક મહાન જીવ છે. ધર્મસંકટ સમયે પ્રાપ્ત મનઃસ્થિતિ એ વિષાદ નથી પણ વિષાદયોગ છે. આ વિષાદ જીવાત્માનું પરમાત્મા સાથેના જોડાણનું સાધન છે. મિલ્ટન કહે છે તેમ એ અંતિમ નબળાઈ છે. આમ આનંદશંકરના મતે અર્જુન વિષાદયોગ એ ગુણ છે. દોષ માનીએ તો તે મહાન આત્માની મહત્તાનો દોષ છે.
અર્જુનને ક્લીબ કે કાયર નહીં પણ એક મહાન જીવ તરીકે સમજી આનંદશંકર ગીતાના પ્રથમ અધ્યાયમાં રજૂ થયેલ અર્જુનના વિષાદને યોગરૂપ કહે છે. તેમના મતે એ વિષાદ દોષ નથી પણ ગુણ છે. એ દોષ છે તે મહાન આત્માની મહત્તાનો દોષ છે. કવિ મિલ્ટનની નીચેની પંક્તિ આ સંદર્ભે આચાર્યશ્રી નોંધે છે. ‘It is the last infirmity of noble minds'.
અર્જુન ઊંચી કોટીનો મધ્યમાધિકારી છે. અર્થાત્ “ધર્માચરણ માટે દ્વિધા જન્મતાં જે વિષાદ થાય છે એ વિષાદ પ્રભુ સમક્ષ વ્યક્ત કરવો એ બ્રહ્મજ્ઞાન માટેની યોગ્યતાનું પ્રથમ લક્ષણ છે. અર્જુન પોતાના વિષાદને શ્રીકૃષ્ણ સમક્ષ રજૂ કરીને એને પરમાત્મા સાથે જોડે છે. એટલે જ એ આત્મજ્ઞાનની યોગ્યતા મેળવે છે. હ્દયના ઊંડાણમાં ચાલતા મંથનોને આ રીતે ખુલ્લા કરવાથી હૃદય પરમભાવના અનુભવ માટે યોગ્ય થતું જાય છે. અર્જુનને વિષાદ થાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org