________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૭૧
સ્વદેશાભિમાનના દંભી ખ્યાલોમાં જીવતી આપણી પ્રજાને તેમ જ કર્તવ્યના પ્રશ્ન અર્જુનના જેવી મૂંઝવણ અનુભવતી આપણી પ્રજાને કર્મયોગનો ઉપદેશ અત્યંત સાર્થક છે.
“સ્વદેશસેવાના મોટા નામથી અંજાઈ જઈ, આપણી નિકટ પડેલાં હંમેશનાં કર્તવ્ય ચૂકવાં નહિ. સ્વદેશસેવાની ભાવના દૃષ્ટિ આગળ રાખવાની ના નથી : કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ખરી સ્વદેશસેવા તે આપણા નિત્યકર્મ કરવાથી જ સધાય છે. જે રાત-દિવસ “સ્વદેશ' - “સ્વદેશ” એમ નામ ઉચ્ચાર્યા કરે છે તે જ ખરો સ્વદેશસેવક નથી; પણ જે એક પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, પાડોશી તરીકે, મુસાફર, દુકાનદાર કે અમલદાર તરીકે એમ વિવિધ રૂપે કુટુંબમાં, શેરીમાં, બજારમાં, કચેરીમાં, ચોરામાં પોતાનું કર્તવ્ય બજાવે છે એ જ ખરો સ્વદેશભક્ત છે. આપણે અને આપણી ભાવનાની વચ્ચે શૂન્ય મરુદેશ પડેલો નથી : વચલો પંથ અસંખ્ય સુંદર કર્તવ્યથી છવાયેલો છે, તેમાં થઈને જ આપણે આપણા ઉદિષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરવાનું છે.” (ધર્મવિચાર-૧, પૃ.૯૫). આત્માની અમરતા (સાંખ્યબુદ્ધિ) :
આત્માની અમરતા એ ગીતાના સમસ્ત ઉપદેશનો પાયો છે. આત્માના અમરત્વના આધારે નીતિ, ધર્મ અને તત્ત્વજ્ઞાન ટકી રહેલાં છે. આત્માનું અમરપણું બે રીતે છે : (૧) આત્માને જન્મજન્માંતર છે, ઉચ્છેદ નથીઃ જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો કાઢી નવાં વસ્ત્રો પહેરે
છે તેમ એ એક દેહ ત્યજી નવો દેહ ધારણ કરે છે. અર્થાત્ અમરતા એ દેહાંતર છે. (૨) જન્મ મરણ પણ દેહ ને જ છે, આત્માને નથી. આત્મા તો દેહના જરા-મરણાદિ સઘળા
વિકારની વચ્ચે અવિકૃત રહેતું તત્ત્વ છે. આ સત્યને આનંદશંકર ‘સાંખ્યબુદ્ધિ કહે છે. ભગવદ્ગીતાનો ઉપદેશ :
ભગવદ્ગીતાના મુખ્ય ઉપદેશ અંગે ટીકાકારોમાં મતભેદ છે. આનંદશંકર આ મતોને બે વિભાગમાં વહેંચે છે. કોઈક ગીતાના સિદ્ધાંતને જ્ઞાન, શમ અને અદ્વૈતને માને છે તો કોઈક ભક્તિ, કર્મ અને દ્વિતને માને છે. આખા ગ્રંથનો ઝોક જોકે બીજા ઉત્તરને અનુકૂળ જણાય છે તથાપિ પહેલા ઉત્તરને રુચતાં થતાં એવાં વચનો પણ ભગવદ્ગીતામાંથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે. (ધર્મવિચાર-૨ પૃ. ૧૩૪) ગીતાનો અધિકારી :
ગીતા જ્ઞાનમાર્ગનો ઉપદેશ કરે છે કે કર્મયોગનો તે દ્વૈતનો ખુલાસો આનંદશંકર ગીતાના ઉપદેશનો અધિકારી કઈ જાતનો છે તેના સંદર્ભમાં આપે છે. તેઓ કહે છે તે સ્વાર્થથી પર, શિષ્યત્વની ભાવનાવાળો અને સર્વભાવે પ્રભુને શરણ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org