________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
વળી, ભગવદ્ગીતાએ નિંદેલો ‘કર્મ-અનારંભ'નો દોષ બાવાઓ અને ફકીરોના વર્ગમાં જ છે એમ નથી પરંતુ આપણો કેળવાયેલો વર્ગ પણ આવી આળસ દશામાં જીવી તમો ગુણ પ્રધાન જીવન જીવી રહ્યો છે. આ વર્ગ દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવવામાં નિષ્ફળ ગયો છે એ પણ આનંદશંકર નિર્દેશ કરવાનું ચૂકતા નથી.
વિષાદ :
આળસ પછી આત્મશોષક એવો બીજો ગુણ વિષાદ છે. જે વ્યક્તિને કર્તવ્યમૂઢની સ્થિતિમાં મૂકી દે છે. વિષાદની સામે કર્મયોગનું ઉત્સાહનું દૃષ્ટિબિંદુ વ્યક્ત કરી ભારતીય સમાજમાં ઉદ્યમશીલતાના ગુણોનું સ્થાપન કરવું જોઈએ.
૭૦
“જગતની વિવિધ પ્રજાનો ઈતિહાસ આપણને કોઈપણ સત્ય મુખ્યત્વે કરી શીખવતો હોય તો તે એ છેકે મનુષ્યની ઉત્તમતા અને અધમતાની શક્યતાને સીમા નથી. હાથ-પગ જોડી બેસી રહી દિનપરદિન અધિક અધમતા પ્રાપ્ત કરવાનું આપણામાં સામર્થ્ય છે, તો તે જ રીતે કમર કસી કર્તવ્યપરાયણ થઈ દિન-પ્રતિદિન અધિકને અધિક ઉત્તમતા મેળવવાનું સામર્થ્ય પણ આપણામાં કેમ ન હોય ? આમ વિચારી, ઉત્સાહી થવું-એ અર્ધું કામ કર્યા બરોબર છે.” (ધર્મવિચાર-૧, પૃ.૯૪)
ચિંતા :
મનુષ્યના આત્માનો ત્રીજો રોગ ચિંતા છે. જે અહંતાનું પરિણામ છે. ચિંતાથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય કર્તવ્યપરાયણતા જ છે.
શંકા :
શંકા એ કર્તવ્ય ચૂકવનાર શક્તિ છે. તેનો પ્રતિકાર ભગવદ્ગીતાના કર્મયોગનું મુખ્ય તાત્પર્ય છે એમ આનંદશંકર માને છે. તેઓ કહે છે :
“શંકાનો પ્રતિકાર ભગવદ્ગીતાએ શ્રદ્ધાપૂર્વક કર્તવ્ય કર્યે જવું એવો બતાવ્યો છે. વિચારની ખરી કસોટી આચાર છે, અને તેથી કાર્યાકાર્યના વિચારમાં ગૂંચાઈ પડતાં અનુભવી મહાત્માઓ ઉપર શ્રદ્ધા રાખી તેઓએ બતાવેલ માર્ગે પ્રયાણ કરવું, અનુભવ લેતા ચાલવું અને અનુભવથી પોતાની ભૂલો સુધારતા જવું. અર્થાત્ વિચારને એકલાને મહત્ત્વ ન આપતાં આચારથી વિચારને શુદ્ધ કરતાં રહેવું - આ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશેલા કર્મયોગનું મુખ્ય તાત્પર્ય છે.” (ધર્મવિચાર-૧, પૃ.૯૪)
આમ આળસ, વિષાદ, ચિંતા, શંકા વગેરે દોષોમાંથી મુક્ત થવાનો ઉપદેશ કર્મયોગમાં ઉઘમ, ઉત્સાહ, આનંદ, શ્રદ્ધા વગેરેના ગુણોના માધ્યમથી આપેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org