________________
દાર્શનિક ચિંતનવિશ્વ
જ તે લાગુ પડતો નથી. મનુષ્ય માત્રને - અને તે પણ સર્વ દેશમાં અને સર્વ કાળમાં લાગુ પડતો ઉપદેશ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૯૧)
આળસ, વિષાદ, ચિંતા, શંકા વગેરે આત્મશોષક વૃત્તિઓને દૂર કરી ઉદ્યમ, ઉત્સાહ, આનંદ વગેરે આત્મપોષક વૃત્તિઓ પ્રજામાં દાખલ કરવી એ કર્મયોગનો એક મુખ્ય બોધ છે એમ તારવી વર્તમાન ભારતમાં આળસ, વિષાદ, ચિંતા, શંકા વગેરે જેવા નકારાત્મક ગુણોની સામે કર્મયોગની ‘ઉપચારાત્મક પ્રસ્તુતતા’ આનંદશંકર દર્શાવે છે.
આળસ :
23
ભારતીય સમાજમાં ‘બાવાઓ' અને ‘ફકીરો'નો વર્ગ જે નિઐગુણ્ય કે સત્ત્વગુણની અવસ્થાએ પહોંચેલો નથી પણ આળસ અને પ્રમાદમાં રહી તમો ગુણની અવસ્થાએ જીવે છે. આ સંદર્ભમાં આનંદશંકર ગીતાને ટાંકતાં કહે છે કે :
न कर्मणामनारंभान्नैष्कर्म्य पुरुषोऽश्रुते ।
ન ૨ સંન્યસનાવેવ સિદ્ધિ સમાધિમતિ ॥ (ભગવદ્ગીતા, અ-૩, શ્લોક-૪)
“માત્ર કર્મ કરવાનું માંડી વાળવાથી માણસ નિષ્કર્મ દશા પ્રાપ્ત કરતો નથી તથા સંન્યાસ-કર્મત્યાગ-એટલાથી જ એ સિદ્ધિ પામતો નથી” (ધર્મવિચાર-૧, પૃ.૯૧) - એવું ભગવચન છે જે કર્મયોગની પ્રસ્તુતતા દર્શાવે છે.
સંન્યાસ એ જ્ઞાનમાર્ગી માટે એક ઉત્તમ સાધન છે. પણ આપણા દેશમાં તેને સમૂહ માટે શક્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે સંન્યાસનું ખોટું અર્થઘટન છે. સંન્યાસ એટલે કર્મત્યાગ એવી માનસિકતા સામે, આનંદશંકર કર્મયોગમાં રહેલો કર્તવ્યનો ખ્યાલ રજૂ કરે છે. વર્તમાન ભારતમાં આનું સતત સ્મરણ રાખવું-રખાવવું આપણું પરમ કર્તવ્ય છે.
Jain Education International
કર્મ અનારંભના ખોટા ખ્યાલથી ભ્રમિત થયેલી, આળસ અને પ્રમાદમાં જીવન જીવતી આવી બાવાઓની અને ફકીરોની અનેક જમાતો આપણા દેશમાં જોવા મળે છે. આ વર્ગનો ઉદ્ધાર કરવાનું કામ સમાજનું છે. આ વર્ગને તિરસ્કારવાથી નહીં પણ અન્ત્યજ વર્ગના ઉદ્ધાર માટે જેવા પ્રયત્નો થાય છે તેના કરતાં પણ વિશેષ પ્રયત્નો બાવાઓના અને ફકીરોના વર્ગના ઉદ્ધાર માટે કરવા જોઈએ અને એ માટે તેમને યોગ્ય કેળવણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઔદ્યોગિક જાગૃતિથી આ વર્ગને સભાન કરી તેને ઉદ્યમશીલ બનાવવો જોઈએ. તે સમાજની જવાબદારી છે. જો કે આવા પ્રયત્નમાં ભારતીય પરંપરામાં સંન્યાસનું મહત્ત્વ વીસરી તારું નથ, પરંતુ તે સાચું અને એ મમં ી પોંચાલે છે સંસાર એ કર્મત્યાગ નથી-ત્યાગ અને પરોપકારની સત્વગુણી ભાવના સદા કાયમ રાખીને જન-સમાજને એ વર્ગનો લાભ અપાવવો એ સમાજની જવાબદારી છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org