________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
અર્થાત્ આનંદશંકરના મતે અહંકર્તુત્વના અભિમાન રહિત અને ફલાભિસંધિરહિત થઈને જે કર્મ કરવાં તે પ્રભુને સમર્પી દેવાં એ જ કર્મયોગ છે. પ્રશ્ન એ રહે છે કે સારાં ખોટાં કર્મનો વિવેક કેવી રીતે કરવો ? ગીતા અનુસાર તેની ત્રણ કસોટી છે. (૧) સ્વધર્મ :
“શાસ્ત્રોમાં તે તે વર્ષ માટે જે જે કર્મો ઠરાવ્યા છે તે જ કરવાં. શાસ્ત્રોએ કર્મો ગમે તેમ ઠરાવી દીધાં નથી. પણ તે તે વર્ણના સ્વભાવ અને ગુણનો વિચાર કરીને ઠરાવ્યાં છે.” (૨) દૈવી સંપત અને આસુરી સંપત :
જુદા જુદા વર્ણનાં જુદાં જુદાં કર્યો છે. એટલું જ નહિ પણ સારાં ખોટાં કર્મોનો મનુષ્યમાત્રને લાગુ પડતો એવો વિભાગ છે – તે એ કે અમુક ગુણ “દૈવી સંપત’ને નામે ઓળખાય છે અને અમુક “આસુરી સંપત’ને નામે ઓળખાય છે. આ ગુણોની યાદી ઉપરથી અમુક કર્મ સારું કે ખોટું એવો નિર્ણય સહેલાઈથી કરી શકાય છે.”(ધર્મવિચાર-૨, પૃ.૧૩૩૧૩૪)
જો કે, “કર્મયોગ-૧'ના લેખમાં આનંદશંકર રૂઢ થઈ ગયેલા વર્ણાશ્રમ ધર્મોમાં કેટલાક આસુરી સંપતમાં ઉપકારક હોય તો તેને ધર્મનો મેલ સમજીને દૂર કરવા અને શુદ્ધ ભાગને તારવવો એમ પણ નોંધે છે. (ધર્મવિચાર-૧, પૃ.૯૦) (૩) ગુણત્રયની કસોટી :
“ઉપરની બંને કસોટીથી વધારે સુક્ષ્મ કસોટી સત્ત્વ - રજન્સ અને તમસ એ ત્રણ પ્રકૃતિના ગુણોમાંથી મળે છે સત્વ એ ઉત્તમ ગુણ છે, રજસ મધ્યમ છે. તમન્સ કનિષ્ઠ છે.” (ધર્મવિચાર૨, પૃ.૧૩૪).
આમ, ઉપરની ત્રણ કસોટીને આધારે પોતપોતાના ધર્મનો વિચાર કરી સારાં કૃત્યો કરવાં, ખોટાં ન કરવાં એમ કર્મની કેળવણી લેતાં – લેતાં મનુષ્ય ઉચ્ચતાને પામે છે. તે માટે, કર્મ ન ત્યજતાં પ્રભુને શરણે થઈ જવું એ પરમશ્રેયનો માર્ગ છે. જે પ્રભુને શરણે થઈ જાય છે તેને પ્રભુ સર્વ પાપથી મુક્ત કરી પોતાનો કરી લે છે. વર્તમાન ભારતમાં કર્મયોગની પ્રસ્તુતતા :
પરમાત્મામાં દષ્ટિ સ્થાપી કર્મનિષ્ઠ રહેવું, અને પોતપોતાની પ્રકૃતિનો વિચાર કરી અધિકાર જોઈ કર્તવ્યનિર્ણય કરવો એ કર્મયોગના ઉપદેશનું સાદું-સરળ તેમજ મહાન રહસ્ય છે. આ ઉપદેશનું મહત્વ સમજાવતાં આનંદશંકર કહે છે કે, : “કર્મયોગના ઉપદેશની મહત્તા એ છે કે મનુષ્ય જાતિના અમુક જ વર્ગને - રાજાને કે રંકને, વિદ્વાનને કે અભણને, સ્ત્રીને કે પુરુષને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org