________________
દાર્શનિક ચિંતનવિશ્વ
કર્મયોગનું રહસ્યઃ
આત્મભાવની પ્રાપ્તિ માટેનાં સાધનો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલાં છે. તેમાંથી પોતપોતાના સ્વભાવ અનુસાર મનુષ્ય સાધનની પસંદગી કરી આત્મભાવની પ્રાપ્તિ માટે આગળ વધવાનું હોય છે. પોતાના સ્વભાવની ખામી અને ખૂબીઓ વિચારી મનુષ્ય આ નિર્ણય કરવાનો હોય છે. પણ અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે દરેક મનુષ્ય આ રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોતો નથી. એવા સંજોગોમાં ગીતાનો કર્મયોગ એક મહામાર્ગ સમ બની રહે છે. આત્મભાવની પ્રાપ્તિ માટેની સાધન પસંદગી તટસ્થ વિચાર શક્તિથી ન કરી શકાતી હોય તો તેવા મનુષ્યો એ કર્મયોગના ધોરી માર્ગે ચઢવું. કારણકે, “અનેક સત્કર્મો કરતાં કરતાં ઉત્તમ શીલ જામે છે; પણ તે જામતાં પહેલાં પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કર્તવ્યનો નિર્ણય કરવાનો લોભ રાખવો વૃથા છે. આ વિષયની સ્વતંત્ર બુદ્ધિ જેને અંગ્રેજીમાં ‘Conscience' કહેવામાં આવે છે એનો નિર્ણય ત્યારે જ પ્રામાણિક બને છે કે જ્યારે એ બુદ્ધિ રાગ-દ્વેષાદિ દોષ થકી મુક્ત થાય છે અને સંસારના અનુભવથી પરિપક્વ બને છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રકારોએ વર્ણાશ્રમ ધર્મના ધર્મો રચી ચૂક્યા છે. એ વર્ણાશ્રમ ધર્મોનું સેવન કરવું અને તે નિષ્કામ વૃત્તિથી પરમાત્મા ઉપર દષ્ટિ રાખીને કરવું તે કર્મયોગનું રહસ્ય છે”. (ધર્મવિચાર-૧, પૃ.૮૯) વર્ણાશ્રમ ધર્મ અને કર્મયોગ :
વર્ણાશ્રમ ધર્મોનું પાલન એ કર્મયોગના રસ્તે ચાલનાર માટે અનિવાર્ય છે તે દર્શાવતાં આનંદશંકર કહે છે :
“આ ધર્મોના આચરણમાં કોઈ વહેમી કે જુલમી વ્યવસ્થાને અધીન થવા જેવું નથી. મનુષ્ય સ્વભાવના અને સંસાર તત્ત્વના પૂર્ણ અનુભવી, પ્રતિભાશાળી અને પરોપકારી મહાત્માઓ એ આ જગતના કલ્યાણ અર્થે એ માર્ગો બનાવ્યા છે. તે કેટલીક વખત લાંબા અને વિકટ લાગતા હશે ખરા, પરંતુ ઘણા ટૂંકા અને સુગમ દેખાતા માર્ગો જ વસ્તુતઃ ભુલભુલામણી ભરેલા નીવડે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૮૯)
અહીં એક પ્રશ્ન થાય કે ગીતા ચાલતી રૂઢિએ ચાલ્યા કરવાનો ઉપદેશ આપે છે ? કર્તવ્યનો નિર્ણય કેવળ સ્વતંત્ર બુદ્ધિથી કરવો કેવો કઠણ છે એ જણાવતાં શ્રીકૃષ્ણ ભગવાને
कर्मणो ह्यपि बौद्धव्यं बौद्धव्यं च विकर्मणः ।
વર્ષનશ્વ વૌદ્ધવ્ય દિના ફળો અતિઃ II (ભગવદ્ગીતા,અ-૪,શ્લોક-૧૭) એમ કર્મ - વિકર્મ અને અકર્મ ત્રણેની બાબતમાં ચેતતા રહેવાનું કહ્યું છે. અને જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોરું કર્મ મિરાઈસિ ! (ભગવદ્ગીતા,અ-૧૬, શ્લોક-૨૪) એમ શાસ્ત્રનો વિધિ અનુસરવાની આજ્ઞા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org