________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
કર્મના સિદ્ધાંતમાં આ વિચારણાને લાગુ પાડતાં આનંદશંકર કહે છે કે, “પ્રવૃત્તિનો નિષેધ ન કરવો, નિવૃત્તિનો પણ ન કરવો, અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ સાધવી, અર્થાત્ જોવી. શ્રીમદ્ભગવદ્ગીતા કહે છે તેમ,
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
સ વુદ્ધિમાન્ મનુષ્યષ સ યુp: કૃત્સત્ ! (ભગવદ્ગીતા-૪, શ્લોક-૧૮) અર્થાત - “જે પુરુષ કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ જુએ તે જ પુરુષ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન - જ્ઞાની-છે, અને અખિલ કર્મ કરનાર કર્મયોગી પણ તે જ છે. આમ, અતિ દૃષ્ટિથી શ્રીમદભગવદગીતાએ કર્મ અને જ્ઞાનનો પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અવિરોધ સ્થાપ્યો છે.” (ધર્મવિચાર-૧, પૃ.૮૮).
આ સંદર્ભમાં કર્મસંન્યાસ (જ્ઞાન) અને કર્મયોગ (કર્મ)નો અવિરોધ છે કે, સઘળા વિકારોની વચ્ચે અવિકૃત રહેતું તત્ત્વ આત્મતત્ત્વ છે. આ સત્ય સમજવું તેનું નામ “સાંખ્યબુદ્ધિ. આવી સાંખ્યબુદ્ધિ એક વાર પ્રાપ્ત થયા પછી આત્મા કાંઈ કરે છે એવી ભ્રાંતિ ઊપજે નહીં એટલે કે કરવું ન કરવું આત્માને નથી દેહને છે. એટલે નૈષ્કર્મરૂપ સંન્યાસનો ખરો અર્થ એટલો જ છે કે કર્મ કરતી વખતે આ કર્મ હું કરું છું અને એનું ફલ મને હો - એવી અહંકતૃત્વની બુદ્ધિ અને ફલાભિસન્ધિ ન જોઈએ. કર્તા કારયિતા પ્રભુ છે એમ સમજવું. સિદ્ધિ-અસિદ્ધિ, જયપરાજયની દરકાર ન કરવી અને ફળ માત્ર પ્રભુને સમર્પી દેવાં એ જ ખરો સંન્યાસ છે. આ રીતે જોતાં, કર્મસંન્યાસ અને કર્મયોગ વચ્ચેનો ભેદ વિલય પામી જાય છે. “કર્મ સંન્યાસ' એટલે જ કર્મ ત્યજી દેવાં, અને “કર્મયોગ” એટલે “સાંખ્યજ્ઞાન” અથવા “બુદ્ધિ તેને કર્મને લાગુ પાડવી. આ બંને આત્મદષ્ટિએ એક જ છે. (ધર્મવિચાર-૨, પૃ.૧૩૩) આત્મભાવ અને અહંતા :
અદ્વૈતસિદ્ધાંત સાથે “કર્મયોગ' નો અવિરોધ છે. કર્મોને પ્રભુ સાથે જોડવાં એટલે ‘કર્મયોગ”. અહીં પ્રશ્ન એ છે કે કેવા કર્મો પ્રભુ સાથે જોડવાં ? ખોટાં કર્મો તો પ્રભુ સાથે જોડી શકાતાં જ નથી. મનુષ્યનાં સારાં કર્મને જ પ્રભુ સાથે જોડવાં એટલે “કર્મયોગ”. અર્થાતુ ખોટાં કર્મની જવાબદારી મનુષ્યની પોતાની છે. ખોટાં કર્મ માટે જવાબદાર અહંતા - હુંપણું છે. આ સંદર્ભમાં આનંદશંકર કહે છે : “આત્માના સ્વસ્વરૂપના જ્ઞાન અનુસાર થતું મન, વાણી અને કર્મ એનું નામ “આત્મભાવ'. એથી ઊલટી રીતે તમારા સામે મારી જાતને સ્થાપવી, વિશ્વ સામે મારા પિંડને મૂકવો, એક અખંડ ચૈતન્યને અજ્ઞાનથી ખંડિત કરવું, અને તદનુસાર મન-વાણી અને કર્મને સ્વાર્થપરાયણ કરવાં એનું નામ “અહંતા” (ધર્મવિચાર-૧, પૃ.૮૯)
આમ,અહંતા ટળે અને આત્મભાવ ઉત્પન્ન થાય એ જ સ્થિતપ્રજ્ઞની સ્થિતિ છે. તેને ગીતાના તત્ત્વજ્ઞાનના એક મહત્ત્વના સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org