________________
દાર્શનિક ચિંતનવિશ્વ
પણ અસંખ્ય પદાર્થો છે પણ તે સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે એમ સમજી આપણા જ્ઞાનનો પ્રભુ સાથે સંબંધ કરવો એટલે ‘જ્ઞાનયોગ’. આપણે બહુ બહુ પદાર્થોનું ધ્યાન અર્થાત્ ચિંતન કરીએ છીએ અને એ રીતે એ પદાર્થોના આત્મા સાથે આપણા આત્માની એકતા અનુભવીએ છીએપરંતુ એ જ એકાગ્ર ચિંતન પરમાત્માનું કરવું - મનની વૃત્તિ વિષયમાંથી રોકી પરમાત્મામાં જોડવી – એટલે ‘ધ્યાનયોગ'. આપણે પ્રતિક્ષણ જે કર્મો કરીએ છીએ તેને પ્રભુ સાથે જોડવાં એટલે ‘કર્મયોગ’.
=
આમ જ્ઞાન, ભક્તિ અને કર્મ થકી પ્રભુ સાથે જોડાવું એ જ ‘યોગ’ છે. પણ આપણા કર્મોને પ્રભુ સાથે કઈ રીતે જોડવા તે દર્શાવવા આનંદશંકર ત્રણ રીતનું નિરૂપણ કરે છે. જેમ કે,
(૧) આદિ, અંત અને મધ્ય ત્રણેમાં પ્રભુ સ્થાપીને આપણા કર્મો પ્રભુમાંથી નીકળે છે એ દૃઢ સમજણ રહેવી જોઈએ.
(૨) કર્મ પોતે પણ ભગવાનનું જ સ્વરૂપ છે એ દૃષ્ટિ રહેવી જોઈએ.
(૩) એ સર્વ કર્મો મારા સ્વાર્થ માટે કરવાનાં નથી પણ પરમાત્મા અર્થે કરવાનાં છે એવી સમજણ હોવી જોઈએ.
૫
આમ, ત્રિવિધ રીતે કર્મનો પ્રભુ સાથે યોગ કરવો એ ભગવદ્ગીતાનો મહાન ઉપદેશ છે. એ જ કર્મયોગનું રહસ્ય છે.
કર્મયોગ અને અદ્વૈતસિદ્ધાંત :
ગીતાનો કર્મયોગ અદ્વૈતસિદ્ધાંતનો વિરોધી નથી. ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ના દ્વૈતમાં ત્રણ રીતે અદ્વૈતભાવની સિદ્ધિ થઈ શકે છે.
(૧) પ્રકૃતિનો ફક્ત નિષેધ કરીને ઃ જેમાં માત્ર અકર્તા દષ્ટા પુરુષ જ રહે અને કર્મ માત્ર બંધ થઈ જાય.
(૨) પુરુષનો નિષેધ કરીને અદ્વૈતભાવની સિદ્ધિ
Jain Education International
આ રીતે ફક્ત જડ ક્રિયાવતી પ્રકૃતિ જ રહે અને તે પણ ચૈતન્યના તેજ ને અભાવે અંધકારથી છવાઈ જાય.
-
આનંદશંકરના મતે આમાંનો પ્રથમ સિદ્ધાંત તે આલસ્ય અને નિર્વેદમાં પરિણમે અને બીજો સિદ્ધાંત ઐહિક જીવનને જ મહત્ત્વ આપતો નાસ્તિકતાનું રૂપ લે છે. તેથી ‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ના અદ્વૈતભાવની ત્રીજી રીત બતાવતાં આનંદશંકર કહે છે કે,
(૩)
For Personal & Private Use Only
‘પ્રકૃતિ’અને ‘પુરુષ’ ઉભયનું પરમાત્મામાં અદ્વૈત સાધવું. અર્થાત્ પ્રકૃતિનો નિષેધ ન કરવો, પુરુષનો પણ ન કરવો - અને ક૨વો ત્યારે બંનેનો કરવો : ઉભય સંગ્રાહક અને ઉભયબાધક એક તત્ત્વ-પરમાત્મામાં કરવો.
www.jainelibrary.org