________________
૬૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આંખ ખસેડી અંતરમાં જોશો તો જ પ્રભુ દેખાશે એમ એણે કહ્યું નથી. એના ઉપદેશમાં તો આખું વિશ્વ પ્રભુથી ભરેલું છે, માત્ર જોતાં આવડવું જોઈએ... પ્રભુ જગતનો સ્રષ્ટા જ નથી જેથી એને વિશ્વની બહાર શોધવો પડે. પ્રત્યેક પદાર્થનું આંતરતત્ત્વ, એનું આ આદર્શભૂત સ્વરૂપ પ્રભુ પોતે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૬૪૫)
આધ્યાત્મિક વિકાસ ક્રમમાં આગળ વધવા માટે આવી દૃષ્ટિ કેળવવી પડે છે એમ આનંદશંકરનું મંતવ્ય છે. પ્રભુ આખા વિશ્વમાં અનુસ્મૃત હોવા છતાં, કેટલાક સ્થાન વિશેષમાં એનું તેજ વિશેષ પ્રકટ થાય છે, જે સ્થાનને ગીતામાં ‘વિભૂતિ' તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ વિશ્વમાં જે સુંદર (શ્રીમદ્ -Beautiful) અને ભવ્ય-(ઊર્જિત, ઓજસ્વી – sublime) પરમાત્માની વિભૂતિવાળી વસ્તુ દેખાય છે તે સર્વ એના તેજમાંથી ઉત્પન્ન થાય છે. કારણકે આ આખું જગત પોતાના એક અંશમાત્રથી ભરીને, ટેકાવીને પ્રભુ રહેલો છે. પરમાત્માની વિભૂતિ તો સર્વત્ર છે. આમ છતાં પ્રભુ અંતરમાં પણ વસેલો છે. એટલે મનુષ્ય માટે નજીકમાં નજીકનું સ્થાન એનું અંતર છે. (ધર્મવિચાર-૧, પૃ.૬૪૭) કર્મયોગ :
આત્માની અમરતા અને પરમાત્માની સર્વ વ્યાપકતાના સંદર્ભમાં ગીતાના મહાન ઉપદેશ “કર્મયોગ'નું રહસ્ય આનંદશંકરે કર્મયોગ- ૧ અને ૨ એ લેખોમાં સ્પષ્ટ કર્યું છે.
ભગવદ્ગીતામાં સર્વ સત્યોનું સન્દોહન થયેલું કહેવાય છે. એ મહાન ગ્રંથનો મહાન ઉપદેશ તે કર્મયોગ છે. કર્મયોગને ગીતાના ઉપદેશના કેન્દ્ર સ્થાને મૂકી આનંદશંકર મનુષ્ય જીવનમાં કર્મનું મહત્ત્વ સમજાવી કર્મયોગની અનિવાર્યતા સમજાવે છે.
કર્મયોગ એ પંડિતોએ જ ચર્ચવાનો વિષય નથી, સામાન્યજનોને પણ એ વિષે વિચાર કરવાનો અધિકાર છે. આનંદશંકર કર્મયોગને “જીવન પોષક ખોરાક' કહે છે. તેમના મતે “આ વિષય આપણા જીવનનો રોટલો છે'. ખાધા વિના ચાલે તો આ વિષય વિના ચાલે” (ધર્મવિચાર-૧, પૃ.૮૬) એ ખોરાક ખાતી વખતે આપણને પોષણ મળશે કે આપણો ક્ષય કરશે એ વિષે જાગૃત રહેવું જોઈએ. આ જ્ઞાન ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને એટલે કે પરમાત્માએ આપણને સર્વને કર્મયોગ દ્વારા આપ્યું છે.
“કર્મયોગ' શબ્દને સમજાવતાં આનંદશંકર કહે છે કે, “કર્મ એટલે ક્રિયા“અને “યોગ’ એટલે “પ્રભુ સાથે જોડાવું' એવો અર્થ છે – પ્રાણવાયુને રૂંધવા કે કાઢવાની ક્રિયા નહીં પણ ગીતાના તત્ત્વજ્ઞાનમાં “યોગ' શબ્દ તે તે શબ્દો સાથે જોડાઈ તેમાં વિશિષ્ટતા પૂરે છે. જેમ કે સ્ત્રી, પુત્ર, દ્રવ્ય, સ્વર્ગ આદિ અનેક વિષયોને આપણે ભજીએ છીએ- તે ઉપર પ્રીતિ બાંધીએ છીએ - તે ભજનને તે પ્રીતિને પ્રભુ સાથે જોડવી તે “ભક્તિયોગ' છે. આપણા જ્ઞાનના વિષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org