________________
દાર્શનિક ચિંતનવિશ્વ
ગીતા અને વેદાંતનો પરમાત્માનો જગતના સ્રષ્ટા તરીકેનો ખ્યાલ એક જ છે એવો આનંદશંકરનો મત છે.
પરમાત્મા આ જગતનો સ્રષ્ટા છે. પણ આ જગતને એ બહાર રહી સર્જતો નથી. પણ એને પોતાનામાંથી વા પોતાની જ સ્વરૂપભૂત પ્રકૃતિમાંથી સર્જે છે.વેદાંતનો આ મત ગીતાના મતને મળતો આવે છે. ગીતાના શ્લોકને ટાંકી આનંદશંકર તેની સ્પષ્ટતા કરે છે.
૬૩
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
ભૂતપ્રામમિાં ત્સમવશ પ્રપ્તેર્વશાત્ ॥ (ભગવદ્ગીતા, અ-૯, શ્લોક-૮) (મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિના તાબામાં ગયાથી પરતંત્ર (અર્થાત્ જેના તેના કર્મથી બદ્ધ) થયેલા આ ભૂતમાત્રના સમુદાયનું હું વારંવાર નિર્માણ કરું છું )
જીવાત્મા-પરમાત્માનો સંબંધ :
જીવાત્મા અને પરમાત્માનો સંબંધ અનેક રીતે વર્ણવાયેલો છે. પરમાત્માને ભોકતા અને સ્વામી તરીકે, નિયામક તરીકે, પિતા કે ગુરુ તરીકે, વત્સલ માતા તરીકે, મિત્ર અને સખા તરીકે વર્ણવેલ છે. - પણ આ બધા કરતાં પણ એકતામાં ચઢે એવો એક સંબંધ છે અને તે છે પતિ-પત્નીનો. એ માટે અર્જુન ‘પ્રિય: પ્રિયયાર્દસિ રેવ સોહુમ'' (ભગવદ્ગીતા, અ-૧૧, શ્લોક૪૪) - એમ પ્રાર્થે છે.પરંતુ પતિ-પત્ની બે મળીને એક થાય છે એટલા પૂરતો પણ ચૈતભાવ ન આવી જાય તે માટે ગીતામાં પરમાત્માનો જીવ સાથે અંશાંશીભાવ પણ કહ્યો છે. પણ આ અંશાશીભાવ પણ આગળ વધી “ ક્ષેત્રÁ ચાપિ માં વિદ્ધિ” (ભગવદ્ગીતા, અ-૧૩, શ્લોક-૨) એમ સર્વથા એકતા બતાવી છે. પણ જેઓ વેદાંતના સિદ્ધાંતનો એમ અર્થ કરે છે કે જીવાત્મા અને પરમાત્માનું સર્વથા અદ્વૈત છે તેથી સર્વ ઉપમાઓ સામાન્ય જનને ફોસલાવનારી છે - આ મત ભૂલભરેલો છે. ‘કોઈપણ એક સંબંધથી એનું સ્વરૂપ પૂરેપૂરું યથાર્થ વર્ણવી શકાતું નથી, તેથી એ સર્વ સંબંધ છે, અને નથી એમ તાત્પર્ય છે. ખરેખર એ અદ્ભુત તત્ત્વને આપણે કેવી રીતે વર્ણવી શકીએ ?' (ધર્મવિચાર-૧, પૃ.૬૪૫)
""
પરમાત્માની અનુભૂતિ :
પ્રભુનું આવું સ્વરૂપ જાણ્યા પછી એને શી રીતે અનુભવવો ? તે માટે આનંદશંકર જ્ઞાન, ભક્તિ અને કર્મની ક્રિયાની સાથે જ પ્રભુ અનુભવાતો જાય છે એમ કહે છે. આ માટે ગીતાએ ધ્યાન, સમાધિ જેવી માનસિક ક્રિયાઓને પણ અવગણી નથી. ધ્યાનયોગને ગીતામાં જ્ઞાનભક્તિ અને કર્મની સમાન કક્ષાએ ન મૂકતાં એના પરિપોષક રૂપે બતાવ્યો છે.
“પ્રભુના વધુ સ્પષ્ટ દર્શન માટે ગીતાએ બાહ્ય ષ્ટિને પણ અવગણી નથી. બહારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org