________________
૫૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
પારતંત્રરૂપ શાંતિ એ આનંદશંકરને મન વેદાંતની ખરી શાંતિ નથી, પરંતુ પાપ સામે યુદ્ધ કરી મેળવેલી શાંતિને જ આનંદશંકર ખરી વેદાંતની શાંતિ ગણે છે. સ્વાતંત્ર્યરૂપ શાંતિ એ જ વેદાંતની શાંતિ છે એમ સ્પષ્ટતા કરતાં આનંદશંકર કહે છે :
“જેમ જેમ શુભવાસના નવાં નવાં કર્તવ્યકર્મો કરવાથી પુષ્ટ થતી જાય છે, તેમ તેમ એનો જય વધારે સહેલો થાય છે. આખરે પૂર્ણ સંત પુરુષમાં એની શક્તિ એટલી બધી વધેલી હોય છે કે એનામાં અશુભ વાસનાના જયનો પ્રસંગ સરખો પણ રહેતો નથી. એનો આત્મા શુભ વાસનાથી જ ભરપૂર હોઈ, એમાં પૂર્ણ શાંતિ વ્યાપી રહે છે. તેથી આપણે જે “યુદ્ધ કહ્યું તે એનામાં જરા પણ ઉત્પન્ન થતું નથી. જે સાધારણ સારા મનુષ્યોમાં વિવેક-વિચારનું પરિણામ હોય છે એ જ પૂર્ણ સંત-દશામાં સ્વભાવ સિદ્ધ થાય છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૩૬-૩૭)
ભગવદ્ગીતાની સ્થિતપ્રજ્ઞની સ્થિતિ અને વેદાંતની સર્વાત્મભાવની સ્થિતિ બન્ને તાત્ત્વિક રીતે એક જ છે એમ આનંદશંકર નિર્ણય કરે છે.
શુભ-અશુભ વૃત્તિઓ વચ્ચેનું યુદ્ધ શ્રેય અને પ્રેયના કર્તવ્ય અને સુખના સંઘર્ષમાંથી ઉદ્દભવે છે. કર્તવ્ય અને સુખ બન્ને ભિન્ન પદાર્થો છે. આપણા સર્વ સુખો કર્તવ્યો હોતાં નથી અને સર્વ કર્તવ્યો સુખરૂપ હોતાં નથી. વસ્તુતઃ કર્તવ્ય જ ખરું સુખ છે એમ આનંદશંકર માને છે. આમ છતાં વ્યવહારમાં જ્યારે જ્યારે આપણી સમક્ષ કર્તવ્ય અને સુખનો સંઘર્ષ જન્મે છે ત્યારે આપણી મલિન વાસનાઓ આપણને કર્તવ્યને છોડીને સુખ સાધવા તરફ દોરે છે, જ્યારે શુભ વાસનાઓ પોતાનું બળ મલિન વાસનાઓ સામે અજમાવે છે. આજ દૈવી અને આસુરી સંપતનું યુદ્ધ છે. પરસ્પરના આ સંઘર્ષમાં આપણે તટસ્થ રહી શકતા નથી. એ બેમાંથી કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ તેમાં જ આપણું સારું નરસાપણું, વેદાંતની પરિભાષામાં આપણો આત્મ-અનાત્મભાવ રહેલો છે. આમ, શુભ અને અશુભ વાસનાઓ બન્ને પોતપોતાનું સામર્થ્ય લઈ આત્મા આગળ ઉપસ્થિત થાય છે અને આત્મા એમના જય-પરાજયમાં નિમિત્ત બની સારોખોટો થાય છે. પરંતુ વિવેક સ્વભાવ સિદ્ધ થતાં તેનામાં યુદ્ધની ભૂમિકા જ ઉપસ્થિત થતી નથી. કૃષ્ણ કોણ - અર્જુન કોણ?
ગીતાનો ઉદ્દેશ, તત્ત્વજ્ઞાન તેમજ ઉપદેશ વિષયક ચર્ચા-વિચારણા ખંડન-મંડન કરી વિદ્વાનોએ અનેક સિદ્ધાંતો આપ્યા છે. તેમાં કોઈ વિશેષ મતનો ઉમેરો ન કરતાં આચાર્યશ્રીએ કૃષ્ણ અને અર્જુનના સંબંધને સ્પષ્ટ કરી એ અંગેના સઘળા પ્રશ્નોના ઉત્તરોને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
મહાભારતના ઐતિહાસિક વાતાવરણના સંદર્ભમાં કૃષ્ણ અને અર્જુન મહાભારતના નાયકો છે . મહાભારતનું વાતાવરણ ઐતિહાસિક છે. પછી ભલે સમગ્ર વસ્તુની સંકલના અને
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org