________________
દાર્શનિક ચિંતનવિશ્વ
- ૫૯
એમાં અંગભૂત વર્ણનો કવિ કલ્પનાથી થયા હોય, થયાં છે જ એમાં કોઈથી ના પાડી શકાય એમ નથી, તથાપિ એ ઈતિહાસના મૂળમાં રહેલો, એ ઈતિહાસનો ઉપયોગ કરનાર, કવિનો હેતુ ધાર્મિક છે : એવું સૂચન મહાભારતના મંગલાચરણરૂપ આદ્યશ્લોકમાં થયું છે.
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम ।
देवी सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ।। આમ, ઐતિહાસિક વિષયવસ્તુને કવિ કલ્પનાથી રંગી તેનો ધાર્મિક હેતુ સિદ્ધ કરનાર મહાભારત અનુસાર કૃષ્ણ એટલે નારાયણ અને અર્જુન એટલે નર “મહાભારતના બે નાયકો : કૃષ્ણ અને અર્જુન. એમાં કૃષ્ણ તે “નારાયણ” અને અર્જુન તે “નર'. “નર'નો- જીવાત્માનો – સમૂહ તે “નાર' અને એનું ‘અયન' નામ ગંતવ્ય સ્થાન તે “નારાયણ” પરમાત્મા. આ “નર’ અને “નારાયણ’ની જોડી કૃષ્ણ અને અર્જુન રૂપે અવતરી છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૪૦)
કૃષ્ણ અને અર્જુનની આ જોડી ભારતીય ઈતિહાસ અને પુરાણ અનુસાર ઉપનિષદ્ કાળથી ઊતરી આવી છે.
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोरम्यः पिप्पलं स्वाद्वत्ति अनश्रन्नन्योऽभिचाकशीति ।।
(ઋવેદ્ર :૨-૨૬૪-૨૦) બે પક્ષીઓ અર્થાત્ જીવાત્મા અને પરમાત્મા જે સાથે રહે છે અને “સખાઓ' છે એ સંસારરૂપી એક જ વૃક્ષ ઉપર બેઠેલા છે, એમાંનું એક જીવાત્મા-સંસારરૂપ વૃક્ષનું મીઠું ફળ ખાય છે, અર્થાત્ ભોક્તા બને છે. બીજું પરમાત્મા એ ફળ ન ખાતાં, ભોક્તા ન બનતાં, દષ્ટા થઈને રહે છે. એજ જીવાત્મા અને પરમાત્મા, જે સખા હોઈ સાથે સાથે વસતા પક્ષીરૂપે ઉપનિષદમાં કલ્પાયેલા છે. એમને બદરિકાશ્રમમાં તપ કરતા “નર” અને “નારાયણ' રૂપે અને એમના જ અવતારભૂત “અર્જુન” અને “કૃષ્ણ' રૂપે ઓળખાવ્યા છે.
આમ કૃષ્ણ અને અર્જુન એટલે પરમાત્મા અને જીવાત્મા, એમનો સંવાદ, સંલાપ તે કૃષ્ણાર્જુનસંવાદ' એટલે કે શ્રીમદ્ભગવદ્ગીતા. આ રૂપક દ્વારા “અર્જુનનું સખાપણું”- “કૃષ્ણનું સારથીપણું” તેમજ હથિયાર ન ધારણ કરવાની કૃષ્ણની પ્રતિજ્ઞા-કૃષ્ણનું દૃષ્ટા સ્વરૂપે પ્રગટ કરે છે.
ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈસુ ખ્રિસ્તનું “ભરવાડ”નું રૂપક તેનું જ રૂપાંતર કરી ખ્રિસ્તી પાદરીઓ અને કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો ભગવદ્ગીતાને ખ્રિસ્તી ધર્મની અસર નીચે લખાઈ છે એમ માને છે અને કૃષ્ણની કેટલીક કથાઓ પશ્ચિમમાંથી એશિયા માઈનરના ખ્રિસ્તી ધર્મમાંથી અને તે પહેલાંના ઑફ્ફસની કથાઓમાંથી ઉત્પન્ન થયેલી છે તેવો આક્ષેપ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org