________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૫૭.
આત્મામાં કંઈ પણ બ્રહ્મભાવ પ્રગટે ત્યારે જ એ અજ્ઞાન-પાપ ઉપર જય મેળવી શકે છે. જીવાત્મા ક્ષણવાર પાપ સામે ઊભો રહે પણ જ્યાં સુધી એમાં જીવાત્મા-અહંભાવ કાયમ છે અને સર્વાત્મભાવ આવ્યો નથી ત્યાં સુધી પાપને સંહારવા તે અશક્ત છે.” (ધર્મવિચાર-૧,
પૃ. ૨૩૩).
તાત્પર્ય કે સર્વાત્મભાવના એ જ વેદાંતની અદ્વૈત ભાવના છે. આવી અદ્વૈત ભાવનાથી જ પાપવૃત્તિ ઉપર ખરેખરો વિજય મેળવીને તેને ઉચ્છેદી શકાય છે. પાપ સામે યુદ્ધમાં ઊતરનાર આત્મબળવાળા જીવમાં સર્વાત્મભાવ ઉપજાવવો એ જ, “આસુરી સંપત'ના વિનાશનું ખરું સાધન છે. જો કે આપણી આસપાસ નજર કરતાં જણાય છે કે અનેક દુરાચારો છદ્મવેશે સદાચારોના નામે વ્યવહાર ચલાવે છે, પરંતુ આખરે તો પરમાત્માની સહાયથી શુભવૃત્તિઓ અશુભવૃત્તિઓ ઉપર વિજય મેળવે છે. એ મહાનિયમમાં આનંદશંકરની શ્રદ્ધા દઢ થયેલી છે.
કેટલાક વેદાંતી ઉદાસીનતા, નિષ્ક્રિયતાને વેદાંત સિદ્ધાંત સમજે છે. એટલે કે પાપની ઉપેક્ષા કરવામાં વેદાંત સિદ્ધાંતનું અનુસરણ માને છે. આનંદશંકર આને ખરો વેદાંત સિદ્ધાંત માનતા નથી. અહીં ભગવદ્ગીતાનો સંદર્ભ આપી આનંદશંકર પોતાના આ અંગેના વિચારો પ્રગટ કરે છે. પાપ ઉપર જય મેળવવો એ જ ખરું કર્તવ્ય છે. એમાં દેખાતી પ્રવૃત્તિ ખરું જોતાં વેદાંતની શાંતિને બાધક નથી. આ સંદર્ભે ભગવદ્ગીતાનું દૃષ્ટિબિંદુ પ્રગટ કરતાં આનંદશંકર કહે છે :
પરમાત્માના આજ્ઞારૂપી શાસ્ત્રને અનુસરવામાં અને પાપ પક્ષ કે જેને પરમાત્માએ વસ્તુતઃ પહેલેથી જ હણી મૂક્યો છે એના વિનાશના “નિમિત્ત માત્ર’ થવામાં, આત્મા કલુષિત થતો નથીઃ એટલું જ નહિ પણ એની ઇચ્છા જે હંમેશા પાપના વિનાશ માટે જાગૃત હોય છે, તેને અનુસરવામાં સગાં સંબંધીનો પણ વિચાર કરવાનો નથી પણ સર્વમાં માત્ર શરત એટલી જ છે કે “મેં પાપ સામે યુદ્ધ કરી જય મેળવ્યો' એવું કર્તુત્વાભિમાન હોવું ન જોઈએ અને એ જયજન્ય જે “ફળ તે મને તો એવો ફલાભિસંધિ હોવો ન જોઈએ : ઊલટું તેને બદલે ઉપર સૂચવ્યું તેમ, “પાપનો વિનાશ જે પરમાત્માએ આરંભથી જ નિર્મી મૂકેલો છે તેની સિદ્ધિમાં હું તો નિમિત્ત માત્ર છું એમ જ પાપ ઉપર વિજય મેળવનારે ધારવું જોઈએ; “એ ખરું જોતાં મેં મેળવ્યો નથી, પણ પરમાત્માએ જ મેળવ્યો છે, તો પછી એના ફળ ઉપર મારો હક પણ શો?” અર્થાત્ ફલાભસી પણ અયોગ્ય છે એમ એનો સમજણ થવી જોઈએ એવચારી, પૃ. ૨)
આમ, વેદાંત સિદ્ધાંત ગમે તેવી રીતે શાંતિ પ્રાપ્ત કરવાના પક્ષમાં નથી. પણ આસુરી સંપત સામે યુદ્ધ કરી, જય મેળવી, સ્વાતંત્ર્યરૂપ શાંતિ પ્રાપ્ત કરવાનો છે. આત્માની ત્રણ સ્થિતિઓ (૧) પારતંત્રરૂપ શાંતિ (૨) યુદ્ધ અને (૩) સ્વાતંત્રરૂપ શાંતિ છે. તેમાંથી પહેલી અને ત્રીજી એક જેવી લાગવા છતાં વસ્તુતઃ તદ્દન જુદી જ છે. નિષ્ક્રિય રહી મેળવેલી
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International