________________
૫૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ક્ષાત્રધર્મની નિંદા કરી સિદ્ધ કર્યું છે કે ક્ષાત્રધર્મ એ જીવનનો સર્વોત્કૃષ્ટ ધર્મ નથી. “પરંતુ અર્જુન સ્વભાવથી ક્ષાત્રધર્મનો જ અધિકારી હતો. પછી ભલે એ “પ્રજ્ઞાવાદ' બોલતો હોય - એ ધ્યાનમાં રાખીને જ કૃષ્ણ ઉપદેશ કર્યો છે”. (ધર્મવિચાર-૧, પૃ. ૪૬૩)
બીજું કે, આપણે – બલ્વે સામાન્ય જગત - હજી અર્જુનના અધિકાર કરતાં આગળ વધ્યું નથી. હજી મનુજ સંસ્કૃતિ એટલી સાત્ત્વિક નથી થઈ કે જેમાં યુદ્ધ કાલાતીત યા અસ્થાને થઈ પડે. આ સમજણને આધારે જ ધર્મયુદ્ધ માટે ક્ષાત્રધર્મની આવશ્યકતા સિદ્ધ કરી છે. બાકી ક્ષાત્રધર્મના જે સ્વાભાવિક દોષો છે તે ગીતાકારે નિહ્યા છે. તેના પ્રતિકાર માટે સ્થિતપ્રજ્ઞતા, કર્મફળત્યાગ, ભગવદ્ભક્તિ, ભગવતશરણગમન એ ઉપાય બતાવ્યા છે. યુદ્ધ અને શાંતિ :
“દેવાસુર-સંગ્રામ' નામના વાર્તિકમાં (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય-૧, પૃ. ૨૯૦) આનંદશંકર ભગવદ્ગીતાની સ્થિતપ્રજ્ઞની સ્થિતિ અને વેદાંતની સર્વાત્મભાવની સ્થિતિ બંનેમાં કોઈ વિરોધ નથી એમ સિદ્ધ કરે છે.
આપણી ઈન્દ્રિયો “પરામુખી' અર્થાત્ બહિર્મુખી બની રહી છે. તેથી આપણા આંતરયુદ્ધોથી આપણે લગભગ નહિ જેવા જ સભાન હોઈએ છીએ. આવા અજ્ઞાન, અધમતા અને પારતંત્રને કારણે આવતો આનંદ એ મિથ્યા આનંદ છે. કારણકે અહીં અનુભવાતી શાંતિ આસુરી સંપતને વશ થઈને મેળવેલ ક્ષુલ્લક શાંતિ છે. યુદ્ધ કરતાં શાંતિ સારી છે એવું માનનારાઓ સામે આનંદશંકર સ્પષ્ટતા કરે છે કે એ શાંતિ પરમાત્મા રૂપે સંસ્થિત આત્માના સ્વરાજયની હોવી જોઈએ. પરંતુ આપણે જેને શાંતિ કહીએ છીએ તે “આસુરી સંપતીને શરણે પડી રહી અનાત્મભાવમાં ડૂબી જઈ મેળવેલી હોય છે. આવી શાંતિ કરતાં યુદ્ધને આનંદશંકર સહસ્ત્ર ઘણું વધારે સારું ગણાવે છે. તેઓ આત્માની ત્રણ સ્થિતિઓનું આ સંદર્ભે વર્ણન કરે છે :
(૧) પારતંત્રરૂપ શાંતિ (૨) યુદ્ધ (૩) સ્વાતંત્ર્યરૂપ શાંતિ
પુરાણોમાં ‘દેવાસુર-સંગ્રામ' એ મુખ્ય વર્ણિત વિષય છે. યુદ્ધ અને શાંતિના સંદર્ભમાં દેવ” અને “અસુરનું રૂપક સમજાવતાં આનંદશંકર તેનું તાત્પર્ય પ્રગટ કરી આપે છે. “દેવ' અને “અસુર’ એ આપણી શુભ અશુભ વૃત્તિઓના રૂપક તરીકે આનંદશંકર સ્વીકારે છે. તેનો સૂક્ષ્મ અર્થ તારવતાં તેઓ કહે છે : '
“વૃત્ત અને ઈન્દ્ર વચ્ચેનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org