________________
દાર્શનિક ચિંતનવિશ્વ
ગામ આપો તો બસ છે, છતાં દુર્યોધને માન્યું નહિ. યુદ્ધમાં પાંડવ-કૌરવોનાં સૈન્ય સામસામાં ગોઠવાયાં છે. તે વખતે અર્જુનના સ્નેહાળ અને ઉચ્ચ હ્રદયને પોતાનાં સગાંવહાલાં અને વડીલો સામે શસ્ત્ર ઉપાડતાં આંચકો આવે છે. એનો હાથ ધ્રૂજે છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડી જાય છે અને આખું શરીર પરસેવાથી છવાઈ જાય છે. શું કરવું તે સૂઝતું નથી. અર્જુન મૂંઝાઈને એના સારથી બનેલા શ્રીકૃષ્ણ ભગવાનને શિષ્ય બનીને પૂછે છે કે મારે શું કરવું ? તે સમયે શ્રીકૃષ્ણ એને ઉપદેશ આપે છે. અર્જુન અને કૃષ્ણનો આ સંવાદ શ્રીમદ્ ભાગવદ્ગીતાને નામે ઓળખાય છે. (ધર્મવિચાર-૨, પૃ. ૧૩૨)
આમ, અહીં સ્પષ્ટ થાય છે કે મહાભારતના યુદ્ધના આરંભમાં જે વખતે બંને સેનાઓ પરસ્પરનો સંહાર કરવા કટિબદ્ધ હતી તે સમયે એકાએક બ્રહ્મજ્ઞાનની વાત કરી સંન્યાસ લેવા તૈયાર થયેલા અર્જુનને ક્ષાત્રકર્મમાં પુનઃપ્રવૃત્ત ક૨વા શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ કરેલો છે. કર્તવ્યમૂઢ અર્જુન ભગવાનને શરણે જાય છે અને ભગવદ્ગીતાના ઉપદેશને અંતે તે સ્વેચ્છાએ યુદ્ધ કરવા તૈયાર થાય છે. જો કે ગાંધીજીએ પોતાના ‘અનાસક્તિયોગ’ પુસ્તકમાં આ અંગે ભિન્ન મત વ્યક્ત કર્યો છે. ગાંધીજી ગીતાનો પ્રસંગ મહાભારતનું ભૌતિક યુદ્ધ માનતા નથી. એમને મતે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વ યુદ્ધનું જ વર્ણન છે (અનાસક્તિ યોગ - પૃ. ૧૨) આ ઉપરાંત મહાભારતના અંતિમ નિર્વહણ નિર્વેદ - વૈરાગ્ય -શાંતરસ સાથે ગાંધીજી ગીતાના પ્રસંગને સાંકળે છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો આધાર લઈ ગાંધીજી ગીતાને મહાભારતના સ્થૂળ યુદ્ધ સાથે સંબંધ નથી એમ બતાવે છે. ગાંધીજીના આ મતની સમીક્ષા કરતાં આનંદશંકરના મતે - મહાભારતના અંતિમ તાત્પર્ય સાથે ગીતાના ઉપદેશને જોડવાથી ગીતાનો કર્મયોગનો ઉપદેશ - જે સર્વમાન્ય છે તેનો અસ્વીકાર કરવો પડે છે.
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને યુદ્ધનો પ્રસંગ એ બંનેને સાથે રાખી સમજાવતાં આનંદશંકર કહે છે :
“વસ્તુતઃ જેઓ ગીતાનો પ્રસંગ સામાન્ય યુદ્ધનો માને છે તેઓ સ્થિતપ્રજ્ઞના પ્રકરણનું પ્રયોજન એ પ્રસંગ જ છે એમ કહે છે. અર્થાત્ એમના મતે જીવનના સર્વ વ્યવહારમાં - યુદ્ધ સુધ્ધાંમાં - મનુષ્ય સ્થિતપ્રજ્ઞતાથી વ્યવહારી શકે છે એ બતાવવાનું ગીતાનું તાત્પર્ય છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે ગીતાનો પ્રસંગ “સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા અયોગ્યતાનો નહોતો રહ્યો.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૬૨) શ્રીકૃષ્ણ જેવી સમર્થ વ્યક્તિના સંધિ અંગેના તમામ પ્રયત્નોની નિષ્ફળતા પછી યુદ્ધનાં મંડાણ મંડાયાં અને ક્ષાત્રધર્મ શરૂ થયો. “સ્થિતપ્રજ્ઞ રહીને આ ધર્મનો નિર્વાહ થઈ શકે છે એ ગીતાનો ઉપદેશ છે. બેશક, યુદ્ધ અને પ્રજ્ઞાનો સમન્વય એ કર્મ અને જ્ઞાનના સમન્વયનો કઠિનમાં કઠિન પ્રયોગ છે અને સામાન્ય મનુષ્યને એ અશક્ય છે એ પણ ખુલ્લું છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૬૨) તેથી જ મહાભારતકારે
Jain Education International
૫૫
For Personal & Private Use Only
www.jainelibrary.org