________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
ગીતા રચવાનો બીજો ઉચ્ચ ઉદ્દેશ વિશાળ દૃષ્ટિએ દર્શાવે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ સમસ્તજન સમાજને માટે એક બીજો સંદેશ આપે છે. તેનાથી ગીતા રચવાનો વિશાળ ઉદેશ સ્પષ્ટ થાય છે.
૫૪
“પ્રભુના અનેકાનેક સ્વરૂપનું પ્રતિબિંબ એણે સર્જેલા અને એના પ્રતીકરૂપ (મનુષ્ય જાતિ) જનસમાજમાં પણ પડે છે. એ જનસમાજના નિયમન વડે પ્રભુ મનુષ્યને એની સંસ્કૃતિમાં ઊંચે ચઢાવે છે. એ સંસ્કૃતિમાં જ્યારે જ્યારે વિક્ષેપ આવે છે ત્યારે ત્યારે પ્રભુ જ એમાંથી મનુષ્યનો અને ખરી રીતે મનુષ્ય સંસ્કૃતિનો ઉદ્ધારક થાય છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૪૮)
આમ, સમસ્ત જનસમાજના નિયંતા તરીકે પ્રભુ મનુષ્ય સંસ્કૃતિની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ છે. ભગવદ્ગીતા એ મનુષ્ય સંસ્કૃતિના ઈતિહાસનું આધ્યાત્મિક અર્થઘટન છે તેમ આચાર્યશ્રી કહે છે. ‘ધર્મ’ શબ્દનો વિશાળ અર્થ કરતાં આનંદશંકર કહે છે :
“કહેવાની જરૂર નથી કે આપણા ‘ધર્મ’ શબ્દનું આપણે અંગ્રેજીમાં ‘Religion' શબ્દથી ભાષાંતર કરીએ છીએ, પણ વસ્તુતઃ ‘ધર્મ’ શબ્દ ‘Religion' શબ્દ કરતાં બહુ વિશાળ અર્થનો બોધક છે. Civilization વિશાળતામાં ‘Religion’ કરતાં વધારે પાસેનો શબ્દ છે. પરંતુ એને પણ કેવળ ઐહિક અર્થમાં ન લેતાં, ઐહિક અને પારત્રિક ઉભય અર્થમાં લઈએ ત્યારે જ એ શબ્દ ‘ધર્મ’ શબ્દની નિકટ પહોંચે છે. ‘ધર્મ' એટલે જે વડે બાહ્ય અને આંતર- આત્મા બંનેનું ધારણ થાય છે તે તત્ત્વ.(ધર્મમાં મ્ન એ abstract તત્ત્વવાચક પ્રત્યય છે.) આ વિશાળ અર્થમાં ધર્મ જ્યારે જ્યારે ક્ષીણ થાય છે અને એના વિરોધી તત્ત્વની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે પ્રભુ પોતે અવતરે છે. સત્કર્મ કરનારનું રક્ષણ કરે છે અને દુષ્કર્મનો નાશ કરે છે.”
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
(ભગવદ્ગીતા અધ્યાય -૪, શ્લોક ૭,૮,)
ગીતાના માધ્યમથી શ્રીકૃષ્ણ અર્જુનને આ ઊંડા સત્યની પ્રતીતિ કરાવે છે. આચાર્યશ્રીના મતે ગીતા રચવાનો આ એક મહાન ઉદ્દેશ છે. ગીતા મનુષ્ય સંસ્કૃતિના ઈતિહાસનું આધ્યાત્મિક અર્થઘટન (Spiritual interpretation) કરે છે. સમગ્ર માનવ સૃષ્ટિને એક જીવનમાર્ગ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
ભગવદ્ગીતાનો પ્રસંગ :
પાંડવો તરફથી શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે વિષ્ટિ કરવા ગયા અને કહ્યું કે, પાંડવોને થોડાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org